રાજપીપળા કલેક્ટર કચેરી મા નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ સહિત વિવિધ આરોગ્યલક્ષી સમીક્ષા બેઠક યોજાઈ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

આરોગ્યલક્ષી કામગીરીની ઝીણવટપૂર્ણ માહિતીથી વાકેફ થઈને કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ કામગીરીને વધુ વેગવાન બનાવવા કેટલાંક રચનાત્મક સૂચનો કર્યા

નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ, ડિસ્ટ્રીક્ટ ન્યુટ્રીશન ટાસ્ક ફોર્સ, ડિસ્ટ્રીક્ટ કમિટી ફોર એડોલેશન્ટ હેલ્થ સહિત આરોગ્યલક્ષી સમીક્ષાની સંયુક્ત બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનકકુમાર માઢકે તમામ વિષયો પર આયોજિત બેઠકમાં વિભાગ દ્વારા કરવામાં આવેલી પરિણામલક્ષી કામગીરી અને અન્ય ઝીણવટપૂર્ણ માહિતીનો ચિતાર કલેક્ટરશ્રી સમક્ષ રજૂ કર્યો હતો.

તમાકુના સેવનથી આરોગ્યલક્ષી ગંભીર બિમારીઓથી લોકોને સુરક્ષિત રાખવા માટેના કાયદાઓ-પગલાઓ અંગે પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા હતા. જે બાદ કલેક્ટરશ્રીએ આયોજનબદ્ધ રીતે કામગીરી કરીને કેવી રીતે જિલ્લાને વ્યસનમુક્ત બનાવી શકાય તે માટે કેટલાંક રચનાત્મક સુચનો કરીને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

કિશોરવયની આરોગ્યલક્ષી વ્યૂહરચના અને લક્ષ્યાંકો હાંસલ કરવા માટે ન્યુટ્રિશન ઇમ્પ્રુવમેન્ટ સહિત ૦-૬ વર્ષના બાળકોની સ્ક્રીનિંગ કરીને કુપોષણ મુક્ત ગુજરાત અભિયાનને સફળ બનાવવા માટે પણ માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. વધુમાં ઇન્ટિગ્રેટેડ ડિસિસ સર્વેલન્સ પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

આરોગ્યલક્ષી સમીક્ષા બેઠકમાં કલેક્ટર એ તમામ તાલુકાઓમાં બિમારીઓનું પ્રમાણ, લક્ષણો વિશે માહિતગાર થઈને પરિણામલક્ષી કામગીરીને વધુ વેગવાન બનાવવા માટે પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું. જિલ્લામાં ડો. માઢકના નેતૃત્વમાં થઈ રહેલી આરોગ્યલક્ષી કામગીરીને કલેકટરશ્રી તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પુરવઠા અધિકારી શ્રીમતી કે.એસ.નિનામા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડો. સંગીતા પરીખ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ વસાવા, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફીસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલ, જિલ્લા ક્ષય અધિકારી શ્રીમતી ડો. ઝંખનાબેન વસાવા, જિલ્લા રક્તપિત અધિકારી ડો. હેત્તલ ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક પી.આર.પટેલ, તાલુકા વિકાસ અધિકારી , શિક્ષણ વિભાગના પ્રતિનિધિશ્રીઓ સહિત સબંધિત વિભાગના અધિકારીઓ-કર્મચારી ઓ હાજર રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here