છોટાઉદેપુર નગરમાં આવેલ ગાર્ડનોમાં ઊગી નીકળેલું ઘાસ સાફ કરાવવા પ્રજાની માંગ ફુવારાઓમાં ભરેલું પાણી દુર્ગંધ મારતો હોય જે અંગે સાફ-સફાઈ કરવી જરૂરી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર નગરમાં બે ગાર્ડન આવેલા છે જે નગરપાલિકા હસ્તક છે જેમાં સરદાર પટેલ ગાર્ડન અને શાસ્ત્રી ગાર્ડન નો સમાવેશ થાય છે હાલના સમયમાં બંને બગીચાઓમાં સાંજના સમયે તથા વહેલી સવારે ભારે ભીડ જોવા મળે છે પરંતુ બંને બગીચાઓમાં મોટું ઘાસ ઉગી નીકળ્યું છે નિયમિત પણ ઘાસ કપાવામાં આવતું ન હોય અને યોગ્ય સાફ-સફાઈ ન થતી હોય એ બાબતે લોકો ફરિયાદ કરી રહ્યા છે છોટાઉદેપુર નગરમાં મનોરંજન અર્થે અન્ય કોઈ સગવડ ન હોય જેથી ગામના મોટાભાગના બાળકો તથા વાલીઓ બગીચામાં આવતા હોય છે પરંતુ સાફ-સફાઈના ભાવના કારણે અને ઘાસ ઊગી નીકળેલ હોય જેને કારણે બેસી પણ શકાતું નથી જે અંગે મોટી ફરિયાદો ઉઠી છે ઘાસ એના માપ પ્રમાણે સમયસર કાપવું પડે જે ના કાપતા બગીચામાં જાણે ખેતર જેવું દ્રશ્ય જોવા મળે છે જ્યારે ફુવારા ફરતે બનાવેલ પાળીમાં ભરેલું પાણી ભારે દુર્ગંધ મારતું હોય તેવી બૂમો ઊઠી છે
અત્રે ઉલ્લેખીએ છે કે હાલના સમયમાં વોકિંગ માટે ડોક્ટરો સલાહ આપતા હોય છે ઘણી બધી બીમારીઓથી લડવા માટે નિયમિતપણે ચાલવું ખૂબ જરૂરી છે જેના માટે નગરના માર્ગો ઉપર પ્રદૂષણ હોય ધૂળ ઉડતી હોય જેથી લોકો બગીચામાં બનાવેલ વોકિંગ ટ્રેક ઉપર ચાલવાનું વધુ પસંદ કરે છે જ્યારે સવારમાં કસરત કરવા યોગ કરવા અને રમવા માટે લોકો આવતા હોય છે પરંતુ ઘણાને બેસવાની જગ્યા મળતી ન હોય અને બાગમાં ઊગી નીકળેલું મોટું ઘાસ જેને ટૂંકું કરવું ખૂબ જરૂરી છે જે ઘાસ કાપવા લોકો માંગ કરી રહ્યા છે ઘણાને બેસવા માટે તકલીફ પડતી હોય જ્યારે ઊંચા ઊંચા ઊગી નીકળેલા ઘાસમાં જીવજંતુ તથા સરીસૃપો ભરાઈ રહેવાનો ડર રહે છે અને આ ડરને કારણે લોકો બાગમાં બેસી શકતા નથી બગીચામાં બનાવવામાં આવેલ રમતના સાધનો ની ફરતે પણ ઘાસ ઊગી નીકળ્યું છે તથા બગીચાની ફરતે ચારે તરફ જાડી ઝાંખરા વધુ જોવા મળે છે જે સાફ કરવામાં આવે તેવી પ્રજાની માંગ ઉઠી છે
છોટાઉદેપુર નગરમાં આવેલ બગીચાઓમાં પ્રજાનો ઘસારો વધુ રહે છે કારણ કે નગરમાં અન્ય કોઈ ઘરવા ફરવા માટેનું સ્થળ ન હોય તથા મનોરંજન ના કોઈ સાધનો ન હોય જેથી નાના બાળકોને બગીચામાં રમવા અર્થે વાલીઓ લાવતા હોય છે પરંતુ ઊભી નીકળેલા ઘાસને કારણે ડર અનુભવી રહ્યા છે તથા ફુવારા ની જે બનાવેલી છે ત્યાં પણ ગંદુ પાણી હોય જે ભારે દુર્ગંધ મારતું હોય જેનાથી મચ્છર તથા અન્ય જીવજંતુઓ કરડી શકે છે અને ડેન્ગ્યુ તથા મેલેરિયા જેવી બીમારીઓને આમંત્રિત કરી શકે છે જે માટે બગીચામાં સાફ-સફાઈ કરવી ખૂબ જરૂરી છે

બગીચામાં ઊગી નીકળેલા ઘાસ બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડ ને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે હાલમા ઘાસ કાપવાના મશીન માટે ખરીદી કરવાનો ઠરાવ થઈ ગયો છે. જેની ટૂંક સમયમાં ખરીદી કરવામાં આવશે ત્યારે બાદ સમસ્યાનું કાયમી નિરાકરણ આવી જશે. આ અંગે અમારા પાસે પણ ફરિયાદો આવી છે પરંતુ ટૂંક સમયમાં તેનો નિકાલ થશે તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here