છોટા ઉદેપુર વન વિભાગ દ્વારા ગેરકાયદેસર રેતી વહન કરતાં બે ટ્રેકટર સહિત બે આરોપીઓને ઝડપી પાડવામાં આવતાં રેતી માફિયાઓમાં ફફડાટ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાને ભેટ સોગાત સ્વરૂપે કુદરતી સૌંદર્યનો ખજાનો વારસામાં મળી આવેલ છે. જેમાં લીલાછમ ગાઢ જંગલ ધરાવતો આ વિસ્તાર ને વિશાળ ઓરસંગ પટ પણ મળી આવતાં તેનો સદુપયોગ થવો જોઈએ તો કેટલાંક વિકૃત માનસિકતા ધરાવતા તત્વો દ્રારા તેને નાશ કરવાની સોપારી લઈ હોઈ તેમ આડેધડ રેતી ઉલેચી રાતો રાત માલદાર થવા રાચતા વ્યક્તિ ઓ સામે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે, ત્યારે છોટાઉદેપુર
રેન્જ અધિકારી ના માર્ગદર્શન તેમજ સુચના પ્રમાણે બાતમીના આધારે કેવડી રાઉન્ડમાં આવેલ ઝોઝ બીટમાં આવેલ નદીવાળા ભાગમાંથી વચલીભીત ગામના રહેવાસી અંબુભાઈ જેમતાભાઇ રાઠવા ટ્રેક્ટર નંબર જી.જે ૩૪ બી ૮૬૭૯ તથા રૂપસિંગભાઈ ભદા ભાઈ રાઠવા ટ્રેક્ટર નંબર જી.જે.૩૪ બી ૭૮૫૨ માં ગેરકાયદેસર રેતીની ચોરી કરી વહન કરતાં આજરોજ છોટાઉદેપુર વન વિભાગ છોટા ઉદેપુર રેન્જ અધિકારી, વનપાલ તેમજ વનપાલ કેવડી તેમજ સ્ટાફ દ્વારા અટક કરવામાં આવેલ છે. અને આ રેતી કયાં લઈ જતાં હતા તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. અને આરોપી તથા ટ્રેકટર ફતેપુરા ડેપો છોટાઉદેપુર ખાતે વધુ તપાસ માટે લાવવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here