અકસ્માત બાદ અચાનક ખાનગી બસમાં આગ ભભૂકી ઉઠતા અફરા તાફરીનો માહોલ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કલારાણી પાસે આવેલ ડેરીયા ગામ પાસે એક મોટરસાયકલ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઈક ચાલક યુવકનું બસમાં આગ લાગતા મોટરસાયકલ ચાલકનું મોત નીપજ્યું હતું અને આ ખાનગી બસ બળીને ભળતું થઈ હતી પાવી જેતપુર તાલુકાના ડેરીયા ગામ ખાતે બસ અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો કલારાણી તરફથી કવાટ તરફ બાઈક લઈને જવા નીકળેલ રામદેવ તારસિંગ કોલચા ઉંમર વર્ષ 30 રહે રાજપુર (ભ) ને કવાટ અને ખાનગી બસ પેસેન્જર ભાઈને કવાટથી વડોદરા તરફ જઈ રહી હતી આ ધડાકે ભર અકસ્માત થતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત કમ કમાટી ભર્યું થયું હતું અને આ બસના પેસેન્જર અકસ્માત થતા જ ઉતરી જતા બસમાં બેસેલા પેસેન્જર નો આબાદ બચાવ થયો હતો સુત્રો દ્વારા જાણવા મળ્યું છે બોડેલી ફાયર ફાઈટરને જાણ કરતાં ફાયર ફાઈટર બસમાં લાગેલા આગને બુજાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here