છોટાઉદેપુર : યુક્રેનથી પરત ફરેલા બોડેલી ઢોકલીયા વિસ્તારના યુવાનની પ્રાંત અધિકારી સહિત સરપંચે લીધી મુલાકાત

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ભારત સરકારના ” ઓપરેશન ગંગા” અંતર્ગત વિધાર્થીના ઘરની બોડેલી પ્રાંત અધિકારી તેમજ ઢોકલીયાના સરપંચે મુલાકાત કરી હતી અને ત્યાં ની પરિસ્થિતિ જાણી હતી

યુક્રેન અને રસિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હોય ત્યારે યુક્રેન અભ્યાસ માટે ગયેલ બોડેલીના ઢોકલીયા વિસ્તારનો વિધાર્થી યુક્રેન થી પોતાના ઘરે પરત આવતા વિધાર્થીના ઘરે તંત્રના અધિકારીએ મુલાકાત લીધી હતી.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હોય ત્યારે બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં રહેતો નિકુંજ પંચાલ યુક્રેન ના સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં એમબીબીએસ અભ્યાસ કરતો હોય ત્યારે યુક્રેન અને રશિયા ના યુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી પરંતુ તે બોર્ડરથી ૧૨૦૦ કિલોમીટર દૂર હતો જેથી તેને કોઈ મુશ્કેલી ન હતી ત્યારે યુક્રેન અને રસિયા યુદ્ધ ધીમે ધીમે ઉગ્ર થતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા જેથી નિકુંજ પોતાના ઘરે પરત ફર્યો હતો ત્યારે ભારત સરકારના ” ઓપરેશન ગંગા” અંતર્ગત વિધાર્થીના ઘરની બોડેલી પ્રાંત અધિકારી ઉમેશ શાહ તેમજ ઢોકલીયાના સરપંચ મુલાકાત લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here