ગુજરાતના ઇતિહાસમાં સહુ પ્રથમ જ વાર નો રીપીટ થિયરીનો મંત્રી મંડળમા પ્રયોગ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના મંત્રી મંડળમા તમામ નવા ચહેરાઓનો સમાવેશ !!

10 કેબિનેટ કક્ષા , 5 રાજ્ય કક્ષા સવતંત્ર પ્રભાર સહિત 9 રાજ્ય કક્ષા મળી 24 મંત્રીઓએ રાજભવન ખાતે રાજ્યપાલ ના હસ્તે મંત્રી તરીકે ના શપથ ગ્રહણ કર્યા

રાજય સરકારના 17 મા મુખ્યમંત્રી બનયા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે અનેક અટકળો તેમજ અનિશ્રિતતાઓ વચ્ચે આજરોજ પોતાના મંત્રી મંડળ ની જાહેરાત કરતાં રાજય સરકારના નવનિયુક્ત મંત્રીઓએ રાજભવન ખાતે રાજ્યપાલ ના હસ્તે મંત્રી તરીકે ના શપથ ગ્રહણ કર્યા હતા. ગુજરાત રાજ્ય ના ઇતિહાસ મા સહુ પ્રથમ જ વાર સિનીયર મંત્રીઓ સહિત ભારતીય જનતા પાર્ટી ના મોટા ચહેરાઓને પણ પડતા મુકાયા હતા, નો રીપીટ થિયરી નો સંપૂર્ણપણે અમલ કરી મોવડીમંડળે સહુને આશ્ચર્ય ચકિત કર્યા હતા.જેથી અનેક અટકળો શો દોર શરું થયો હતો પરંતુ શપથ ગ્રહણ સમારંભમાં પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, સહિત પુર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત પાર્ટી અધયક્ષ સી.આર. પાટીલ સહિત ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ ની ઉપસ્થિત વચચે શપથ ગ્રહણ સમારંભ યોજાયો હતો.

રાજય ના નવનિયુક્ત મુખ્યમંત્રી એ પોતાની ટીમમાં જ્ઞાતિ જાતી ના સમિકરણો ને ધ્યાન મા રાખી ને.મંત્રી મંડળ ની રચના કરી હતી જે આંખે આવીને અડેલ જોવા મળી હતી. પાટીદાર ફેક્ટર ને પ્રાધાન્ય આપ્યું છે 8 મંત્રીઓ પાટીદાર સમાજ ના બનાવવામા આવ્યા છે, આગામી વર્ષ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની હોય ને ઓ.બી.સી. કાર્ડ પણ રમાયુ હોય એમ લાગી રહયુ છે 6 ઓ.બી.સી વર્ગ ના ધારાસભ્યો નો મંત્રી મંડળ મા સમાવેશ કરાયો છે એ સહિત 3 એસ.ટી. 2 ક્ષત્રિય અને 1 જૈન તેમજ 3જાતિ જ્ઞાતિના ધારાસભ્યો ને મંત્રી તરીકે ના શપથ લેવડાવ્યા છે.

રાજય ના વિસ્તારો ની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત ને તેમજ સોરાષટર ને પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે.પરંતુ ભરુચ જીલ્લા મા થી એક પણ ધારાસભ્ય નો મંત્રીમંડળ મા સમાવેશ કરવામાં આવ્યો નથી. જેથી ભારે નારાજગી ભરુચ સહિત નર્મદા જીલ્લા મા જોવા મળી રહી છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here