છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને સંખેડા તાલુકાના ૧૫ ગામના ખેડૂતોએ ખોટી રીતે વસુલવામાં આવતો ૨%વટાવ, મજૂરી અને તોલાઈ ફી અંગે આવેદનપત્ર આપ્યું

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને સંખેડા તાલુકાના ૧૫ ગામના ખેડૂતોએ બોડેલી ખાતે ખેતીવાડી ઉત્પન્ન બઝાર સમિતિના ચેરમેન અને સેક્રેટરીને ખેડૂતો પાસેથી ખોટી રીતે વસુલવામાં આવતો ૨%વટાવ, મજૂરી અને તોલાઈ ફી અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી અને સંખેડા તાલુકાઓમાં બાગાયતી પાકોમાં મોટા પ્રમાણમાં કેળ,પપૈયા નું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે આ મહામૂલો પાક તૈયાર થઇ ગયા બાદ વેપારીઓ મારફતે તેની ક્વોલિટી મુજબ ભાવ નક્કી કરી અમારી પાસેથી ખરીદી કરવામાં આવે છે ખેડૂતોની સમસ્યા એ છે કે વેપારીઓ ઘ્વારા પાકના મૂલ્ય પર વટાવ ૨%,તોલાઈ ફી અને પ્રતિ કેરેટ મજૂરી વસુલવામાં આવી રહી રહી છે જે એપીએમસીના કાયદા વિરુદ્ધ છે સમગ્ર ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લાને બાદ કરતા ખેડૂતો પાસેથી પાક પર વટાવ,મજૂરી કે તોલાય ફી વસુલવામાં આવતી નથી ખેડૂતો પાસેથી પાક પરનો વટાવ અને મજૂરીનો આંકડો જોતા તે લાખો રૂપિયાનો છે વેપારીઓ ઘ્વારા ખેડૂતો પાસેથી વસુલવામાં આવતો વટાવ અને મજૂરી ગેરકાયદેસર છે કોરોના સમયકાળમાં ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે ખેડૂતોને સરકાર તરફથી કોઈ રાહત પેકેજ આપવામાં આવેલ નથી આવા કપરા કાળમાં જિલ્લાની તમામ એપીએમસી અને તેના સત્તાધીશો ખેડૂતોની વહારે આવે તેવી ખેડૂતોની માંગ છે ખોટી મજૂરી,વટાવ અને તોલાય ફી વસુલતા જવાબદાર વેપારીઓ સામે એપીએમસીની જોગવાય મુજબ કાર્યવાહી હાથ ધરી ખેડૂતોને વટાવ,તોલાય ફી અને મજૂરી રદ્દ કરવામાં આવે તેવી રજૂઆત ખેડૂતોએ આવેદનપત્રમાં દર્શાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here