સિદ્ધપુરના શ્રીઅરવડેશ્વર મહાદેવ તપોભુમી આશ્રમ ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની રાજ્યકક્ષાની કારોબારી મિટિંગ યોજાઈ

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

શ્રીસમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની રાજ્યકક્ષાની વિસ્તૃત કારોબારીની મિટિંગ સિદ્ધપુરની પવિત્ર સરસ્વતિ નદીના પુર્વ કિનારે સ્વયંભુ શ્રીઅરવડેશ્વર મહાદેવના સાનિધ્યમા પ.પુ.શ્રીદેવશંકર ગુરુ મહારાજની તપોભૂમિ આશ્રમ સ્થિત સર્વ મંગલ ટ્રસ્ટ ખાતે રાજ્યસભાના પૂર્વ સાંસદ બ્રહ્મ રત્ન દિલીપભાઈ પંડ્યાના યજમાન પદે યોજાઈ હતી.આ કાર્યક્રમમાં વિક્રમભાઈ (ગુરુ) પંચોલી તેમજ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયુ હતું અને “હર હર મહાદેવ”,”જય જય પરશુરામ”ના નાદથી પરિસર ગુંજી ઉઠ્યું હતુ.આમંત્રિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કોરોના કાળમાં મૃત્યુ પામેલ સમાજના બંધુઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
રાજ્યકક્ષાની વિસ્તૃતકારોબારીમાં આગામી 2022માં યોજાનાર બ્રાહ્મણ બિઝનેસ સમિટ તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના બ્રાહ્મણોની ભૂમિકા અંગેની ચર્ચા કરવામાં આવી હતી.તો આ પ્રસંગે આગામી સમયમાં યોજાનાર મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ 3 અને બ્રહ્મ ગૌરવ એવોર્ડ 3 નું આયોજન અંગેની જવાબદારી સુપરત કરવા અંગે વિસ્તૃત કારોબારીમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ પ્રત્યેક જિલ્લાના પ્રભારીઓ સાથે તેમના જિલ્લા અને તાલુકાના સંગઠનના કાર્યો વિશે વિસ્તૃતમાં ચર્ચા કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતું.તેમજ નવી કારોબારીની રચના કરી નવનિયુક્ત પદાધિકારોને નિયુક્તિ પત્રો પ્રદાન કરવામાં આવ્યા હતા.શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ(રાજ્યકક્ષા)ની સંગઠન રચના ગુજરાત રાજ્યના પ્રત્યેક જિલ્લા અને તાલુકા કક્ષાએ સક્રિય કામગીરી કરી રહી છે.અત્યારે દરેક જ્ઞાતિ અને સમાજ રાજકીય સક્રિયતા દર્શાવી રહી છે.ત્યારે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા)ના માધ્યમથી આગામી ગુજરાત વિધાનસભા ચૂટણીમાં રાષ્ટ્ર અને ગુજરાતના વિકાસ તેમજ બ્રહ્મસમાજની સાથે સાથે સર્વ સમાજના ઉત્થાન માટે કાર્ય કરી રહ્યું છે.આ મિટિંગમાં રાજ્ય સભાના પૂર્વ સાંસદ દિલીપભાઈ પંડયા,શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ ભરતભાઇ રાવલ,મહામંત્રી યજ્ઞેશભાઇ દવે, ઉર્વેશભાઈ પંડયા,તેમજ શ્રીસમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ(રાજ્યકક્ષા)ના તમામ પદાધિકારીઓ,કારોબારી સભ્યો,આમંત્રિત બ્રહ્મ બંધુઓ,સંસ્થા સાથે સંલગ્ન વિવિધ સંગઠનોના
પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here