કાલોલ નગરમાં ગધેડી ફળીયાના નાળાં પાસેની ખુલ્લી ગટરોમાં ગાયનો પગ સરકી જતાં નગરજનો અને પાલિકાના માણસો જીવદયાપ્રેમીનું પ્રતિક બન્યા

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન

કાલોલ નગરમાં ગધેડી ફળીયાના નાળાં પાસે આવેલી ખુલ્લી ગટરોમાં પાલિકાની લાપરવાહીના કારણે ગાય ગટરમાં ખાબકી ગઈ હતી, કાલોલ નગરપાલિકાનાં વિસ્તારમાં કેટલીક ગટરનાં ઢાંકણા તુટી ગયા છે. ગટરોના ટુટેલા ઢાંકણાના કારણે સ્થાનિક નગરજનો સહિત મુંગા પશુઓ માટે પણ ખતરારૂપ નિવડે છે.શનિવાર ના રોજ પાલિકા વિસ્તારમાં આવેલા ગધેડી ફડીયામાં ટુટેલા ઢાંકણા થી ગટર ખુલ્લી પડેલી છે.ગટર પાસે નગરપાલિકાના ડસ્ટબિન ના હોવાને કારણે આસપાસના ધંધાદારીઓ તેમજ રહીશો કચરા નો ધબેકો કરતાં હોય છે. જે કાલોલ નગરપાલિકાની બેદરકારીનું કારણ દશૉવે છે. જેનાં કારણે નગરમાં રઝડા મુંગા પશુઓ કચરામાંથી ખોરાક મેળવતાં હોય છે. પરંતુ ખોરાકની શોધમાં નીકળી ગયેલ મુંગા પ્રાણીઓને ખુલ્લી ગટરો વહમી પડતી હોય છે.ગધેડી ફળીયાના નાળાં પાસે એક ગાય પોતાના ખોરાક માટે કચરોના ઢગલાં પાસે ફરતી હતી. તે સમયે પાસેની ખુલ્લી ગટરમાં ગાયનો પગ લપસી પડતાં ગાય ગટરમાં ખાબકી ગઈ હતી.જેના કારણે નજીકનાં જીવદયાપ્રેમી ઓ દ્વારા તાત્કાલીક નગર પાલિકા ખાતે જાણ કરવામાં આવી હતી.પાલીકાએ તેમની નૈતિક ફરજને સ્વીકારી તાબડતોબ બનાવ સ્થળે જી.સી.બી મોકલી આપી ગાયને બહાર કાઢી ગટર પાસે છોડી રવાનાં થઈ ગયાં હતાં. ગાયને ગટરમાં પડેલી જોઈને તેને બહાર કાઢવામાં ક્યાં ક સહભાગી બનેલા કેટલાંક નગરજનોએ પોતાનો કિંમતી સમય ફાળવી એક જીવદયાપ્રેમી નું પ્રતિક બન્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here