છોટાઉદેપુર : ચલામલી પ્રાથમિક શાળા ખાતે સવારે ૧૧:૦૦ કલાકથી વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ

છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્રની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ તારીખ ૨૨-૦૩-૨૦૨૧ ને સોમવારના રોજ ચલામલી પ્રાથમિક શાળા ખાતે સવારે ૧૧:૦૦ કલાકથી વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોવીડ ૧૯ રસીકરણ અભિયાનમાં ૫૮ વ્યક્તિઓએ વેક્સિનેશનનો લાભ લીધો હતો.જેમાં બોડેલી એટીવીટી ડિરેક્ટર પરિમલ પટેલ,ચલામલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એમ.ઓ.પ્રણવભાઈ વસાવા,એ.એન.એમ ભાવનાબેન, એમપીએચડબલ્યુ નૈનેશભાઈ,આંગણવાડી કાર્યકર્તા મનીષાબેન રોહિત,આશા વર્કર સુમિત્રાબેન તડવી,કાંતાબેન,તલાટી કેયુરભાઈ ચૌધરી,ગ્રામસેવક હિમ્મતસિંહ અને સરપંચ વિનોદભાઈ તડવી,સામાજિક યુવા આગેવાન ડો.જીગ્નેશભાઈ પંડ્યા,વીસીઇ અમિતભાઇ ઉપસ્થિત રહયા હતા.ગામના રસી લેવાથી બાકી રહી ગયેલ પ્રત્યેક નાગરિકો (૪૫ વર્ષથી ઉપરની ઉંમર ધરાવતા) રસીકરણનો લાભ લે તે માટે ગામના યુવાનોએ ભેગા મળી કોરોના મહામારીથી બચવા પ્રત્યેક નાગરિકને રસીકરણ કરાવવા સહભાગી બન્યા હતા.અને એક નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here