કાલોલ તાલુકાના ચલાલી રોડ પર ઓવરલોડ રેતી ભરેલાં ટેક્ટરને પોલીસે પીછો કરી ઝડપી પાડતા ખનીજ માફિયાઓમાં ફફડાટ…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન

કાલોલ તાલુકાની ગોમાં નદીમાં બેફામ રેતી ખનન કરતાં ખનીજ માફીયાઓ સામે આજરોજ પોલીસે લાલ આંખ કરી હતી, કાલોલ તાલુકાના ચલાલી ગામેથી પસાર થતી ગોમાં નદીમાંથી અવેધ રીતે રેતી ભરી વેજલપુર થી ચલાલી જવાનાં રસ્તા પર બેફામ રેતીના ઓવરલોડ ટ્રેક્ટરો ફરતાં હોય છે. જ્યારે આવાં ખનિજ માફીયાઓ સામે ખાણખનીજ વિભાગનાં હાથ પણ ટુકા પડતાં હોય છે. જેથી બેફામ રેતીનું ખનન કરતાં ખનિજ માફીયાઓ ધુમ કમાણી કરતાં હોય છે. અને સરકારી તિજોરી ને નુકશાન કરતા હોય છે, જ્યારે અંતે આવા ખનિજ માફીયાઓ નો ટોપલો સામાન્ય રીતે આમ જનતાં પોલીસનાં માથે ઢોળી દેતી હોય છે.જ્યારે આવા બેફામ રીતે રેતીનું ખનન કરતાં ખનિજ માફીયાઓ સામે પોલીસે લાલ આંખ કરી ચલાવી રોડ પર રેતી ભરેલાં ટેક્ટરનો પિછો કરી ઝડપી પાડી વધુ કાયૅવાહી કરી હતી. જે બાબત સમગ્ર પંથક માં ચર્ચાઈ જતા બીજા અન્ય ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને એક સમયે ગોમાં નદીના તટ અને પટ વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here