શહેરા : બાહી ગ્રામ પંચાયતના સભ્યએ પોતાના વોર્ડ નંબર 7 માં દબાણો દૂર ન થતા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકાના બાહી ગામ પંચાયતના સભ્યએ પોતાના વોર્ડ નંબર 7માં રસ્તા સહિતનુ દબાણ દ્દુર કરવા બાબતે રાજ્યના મુખ્ય મંત્રી થી લઈને જિલ્લા કલેકટર સુધી રજૂઆત કરી હતી.ગ્રામ પંચાયત સભ્યની રજૂઆત બાદ દબાણ દૂર ન થતા 25/3/21 ના રોજ ગ્રામ પંચાયત કચેરી પાસે આત્મવિલોપન કરનાર છે.

શહેરા તાલુકાના બાહી ગામની ગ્રામ પંચાયતમા પરમાર કમલેશ શનાભાઈ વોર્ડ નંબર 7 ના સભ્ય છે. ગ્રામ પંચાયતના સભ્ય કમલેશ ભાઈ એ પોતાના વોર્ડ નંબર સાત મા થયેલા રસ્તા સહિતના દબાણ દૂર કરવા માટે તાલુકાથી લઈને જિલ્લા કલેકટર સુધી રજૂઆત કરી હતી.તેમ છતાં તેઓ ને ન્યાય નહી મળે તેવુ લાગતા આખરે રાજ્યના મુખ્ય મંત્રી ને પણ આ દબાણ બાબતે રજૂઆત કરી હતી. ગ્રામ પંચાયત સભ્ય પરમાર કમલેશએ ટેકરા ફળિયા મા રસ્તા સહિતના દબાણો દૂર ના થતા હોવાને લઈને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. પંચાયત સભ્ય 25/3/21 ને ગુરૂવાર ના રોજ બાહી ગ્રામ પંચાયત કચેરી ખાતે આત્મવિલોપન કરે તે પહેલા સબંધિત તંત્ર તેમજ તાલુકા વિકાસ અધિકારી આ ગામ માં આવેલ વોર્ડ નંબર 7 ની મુલાકાત લઈને નિષ્પક્ષ તપાસ કરવા સાથે જરૂરી કાર્યવાહી હાથધરી ને દબાણ હોય તો દૂર કરવામાં આવે જેથી રસ્તાઓ પણ પહોળા થાય તેમ છે. હાલ તો ગ્રામ પંચાયત સભ્ય કમલેશ પરમાર દબાણ બાબતે આત્મવિલોપન કરનાર હોવાનું ગામ માં વાત વાયુવેગે પ્રસરી જતા ચર્ચા નો મૂર્દો બની જવા પામ્યો છે.

સંગીતા બેન ગ્રામ પંચાયત ના તલાટી :- હુ ગ્રામ પંચાયત ના સભ્યની રજૂઆતને લઈને મુલાકાત તે વોર્ડ ની લેવાની છુ. દબાણ હશે તો દૂર કરવા માટે ની જરૂરી કાર્યવાહી કરવામા આવશે…….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here