બોડેલી તાલુકાના અલ્હાદપુરા ગામે આવેલા દૂધેશ્વર મહાદેવ મંદિરમાં ભર બપોરે તસ્કરોએ દાન પેટી ઉઠાવી

બોડેલી,(છોટાઉદેપુર) આરીફ પઠાણ :-

બોડેલી અલ્હાદપુરા ચોરી કરી જનારા બે તસ્કરો ને ગ્રામજનોએ રંગે હાથ પકડી પાડયા હતા અને બોડેલી પોલીસ ને બોલાવી સોંપી દીધા હતા. આ મંદિર માં અગાઉ પણ ત્રણેક વખત ચોરી થઈ ચૂકી છે. થોડાક દિવસ અગાઉ બોડેલીના રામજી મંદિર માં પણ દાન પેટી તોડી ને રોકડ રૂપિયા ની ચોરી થઈ હતી.દિવાળી વખતે જૂની બોડેલી ના જૈન દેરાસર માં પણ દાન પેટી માંથી ચોરી થઈ હતી. મંદિર માં ચોરી ના વધેલા ચિંતા જનક બનાવ થી શ્રદ્ધાળુ ઓ માં રોષ ની લાગણી વ્યાપી છે. ધોળે દિવસે મંદિર ની દાન પેટી તોડી ને ચોરવાના બનાવ થી અલ્હાદ પુરા ના ગ્રામજનો એ ચોરો ને મેથીપાક ચખાડી પોલીસ ને સોંપ્યા હતા.બન્ને ચોર ચારેક હજાર રૂપિયા જેટલી દાનપેટી ની રકમ લઈને કેનાલ તરફ જઈ રહ્યા હતા. ત્યારે ગ્રામજનો એ બન્ને ને પકડી પોલીસ ને સોંપ્યા હતા. ગોપીભાઈ રહે. પાંડવાણીયા, તા. ઠાસરા, દીપેન ઊર્ફે દીપો પટેલ રહે. આનંદી, તા. શિનોર ની અટક કરી હતી. બન્ને બાઈક પર આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here