જેતપુર પાવી ગ્રામ પંચાયત દ્વારા, લઘુમતી સમાજ માટે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

પાવી જેતપુર,(છોટા ઉદેપુર) મોઇન મકરાણી :-

સમસ્ત દેશમાં કોરોના રસીકરણ અભિયાન જ્યારે પુર જોશમાં ચાલી રહ્યું છે ત્યારે, જેતપુર ગ્રામ પંચાયત, મામલતદાર, જેતપુર પાવી અને બ્લોક હેલ્થ ઓફીસ, જેતપુર પાવી દ્વારા જેતપુર ગામના કસ્બા મજજીદ ફળિયા વિસ્તારમાં મજજીદ પાસે લઘુમતી સમાજ માટે ખાસ પ્રકારે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ ૭૦ કરતા વધુ લઘુમતી સમાજના લોકો દ્વારા કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ લેવામાં આવ્યો હતો. સરપંચશ્રી મોંન્ટુ શાહ દ્વારા ઘરે ઘરે ફરી લઘુમતી સમાજના લોકોને રસીકરણથી જાગૃત કરવામાં આવ્યા હતાં. સરપંચશ્રી એ જણાવ્યું હતું કે, ખોટી અફવાઓ અને ગેરસમજ દુર કરી ખુદને અને પોતાના પરિવારને સુરક્ષિત રાખવા માટે રસીકરણ કરાવવું ખુબજ જરૂરી છે. આ કેમ્પમાં લઘુમતી સમાજના લોકોમાં પણ રસીકરણ માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મહિલાઓએ પણ સ્વયંભુ આવીને કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ મુકવી અનેકો લોકોને રસીકરણની જાગૃતિનો સંદેશો પાઠવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here