લાંચના ગુનામા નાયબ વન સંરક્ષક વી એસ તોડકરની આગોતરા જામીન અરજી હાલોલ કોર્ટે ફગાવી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડ નાયબ વન સંરક્ષક (૫ર્યાવરણ) એકમ બ્લોક-એ ત્રીજો માળ રૂમ નં. ૩૧૨ નર્મદા નહેર ભવન છાણી જકાત નાકા વડોદરા ના અધિકારી વિવેકકુમાર સંભાજી તોડકર અને અન્ય બે ઈસમો વિરૂદ્ધ લાંચ ની ફરીયાદ અન્વયે ગોઠવેલા છટકા માં ગત તા.૨૫ /૪/૨૦૨૩ ના રોજ કાલોલ તાલુકાના બાકરોલ ગામ નજીકરેલ્વે ફાટક પાસે નહેર પૂલ થી કાલોલ ગામ તરફ જવાના રસ્તે અનીલ ગેબરભાઈ રૈયાણી અને રાકેશ ચૌહાણે લાંચ ની રકમ સ્વીકારી અરજદાર આરોપી નં ૧ ની સહી વાળા ચેક આપી સ્થળ ઉપર થી ફરાર થઈ ગયેલ અને વડોદરા ખાતે ની એચ ડી એફ સી બેંક નાં આરોપી રાકેશ ચૌહાણ નાં ખાતામાં લાંચ ની રકમ ભરી દીધેલી જે બાબતે વી એસ તોડકર ની આગોતરા જામીન અરજી ઉપર ની સુનાવણી ત્રીજા એડિશનલ સેશન્સ જજ અને સ્પે. જજ ( એસીબી ) એચ બી ત્રીવેદી ની કોર્ટ માં થયેલ જેમા અરજદાર તરફ થી તેમના એડવોકેટ દ્વારા રજૂઆત કરી હતી કે અરજદાર ડાયરેક્ટલી આઈ.એફ. એસ થયેલ તેજસ્વી અધિકારી છે અને હાલમાં આઈ. એ એસ ની તૈયારી કરી રહ્યા છે. ફરીયાદ મુજબ તેઓ એ કોઈ માંગણી કરી નથી અરજદાર પ્રામાણિક અને કોઇની પણ શેહશરમ રાખતા ન હોઈ કેટલાક ઈસમોને ખુચતા હોઈ તેમને હટાવવા ખોટી રીતે તેમને આ ગુનામાં સંડોવેલ છે આક્ષેપ વાળા ચેક ઉપર સહી કર્યા બાદ તેનું ચુકવણું કરવાની જવાબદારી અરજદાર ની નથી . અરજદાર પાસેથી કોઈ રિકવરી થયેલ નથી આગોતરા જામીન પર મુક્ત કરવામાં આવશે તો તમામ શરતો નુ પાલન કરશે તેવી દલીલો કરવામા આવી હતી જ્યારે સરકાર દ્વારા એ. જી.પી દ્વારા દલીલો કરી જણાવ્યુ હતુ કે તમામ આક્ષેપિતો સામે લાંચ ની માંગ અને સ્વીકાર અને રિકવરી નો પ્રથમ દર્શનીય કેસ છે . તપાસ કરનાર અમલદારે સોગંધનામુ પણ રજુ કરેલ છે જેથી અરજદાર ની આગોતરા જામીન અરજી નામંજૂર કરવી જોઈએ સમગ્ર બાબતે સેશન્સ કોર્ટે પોલીસ તપાસ નાં કાગળો, જવાબો ને ધ્યાને રાખીને અરજદાર પાસે ચુકવણી ના ચેકો ની હકીકત અને સિડીઆર ને ધ્યાને રાખીને અરજદાર આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે.P

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here