કેન્દ્ર સરકાર ના એસ્પીરેસનલ નર્મદા જીલ્લા માં છ ફોકસ સેક્ટર ની રાજ્ય ના મુખ્ય સચિવે જીલ્લા ના અઘિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા હાથ ધરી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજ્ય સરકાર દ્વારા લોક કલ્યાણ માટે અનેક યોજનાઓ બનાવી છે. તેમના માટે જ બનાવેલી યોજનાનો લાભ લે છે કે નહીં તે જુઓ – મુખ્ય સચિવ રાજકુમાર

લોકોના વ્યવહારમાં પરિવર્તન ન આવે ત્યાં સુધી સફળતા ન મળે :- રેન્ડમલી ફિઝીકલ વેરીફિકેશન કરવા ની તાકીદ

સમસ્યાના મૂળ સુધી પહોંચી લોકોને સમજાવો, જાગૃત કરી ફાયદાની સમજ આપી જાતે મોનિટરિંગ કરો, સુપર વિઝન કરો :- આંકડાની માયાજાળમાં નહીં માનવ મૂલ્યોમાં પરિવર્તન લાવો

આંગણવાડી આશાવર્કર બહેનો કુપોષણને દૂર કરવા બાળક અને ધાત્રી માતાને સરગવો-પૌષ્ટિક આહાર લાભાર્થીઓ પોતે જ આરોગે તેની તકેદારી રાખી જાતે પણ તેમના ઘરે ભોજન લે

ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમારે નર્મદા જિલ્લાના મુખ્ય છ ફોકસ સેક્ટર એજ્યુકેશન, હેલ્થ એન્ડ ન્યુટ્રિશન, એગ્રીકલ્ચર એન્ડ ઇરીગેશન, ફાઇનાન્સિયલ ઇનક્લુઝન, સ્કીલ ડેવલપમેન્ટ, બેઝિક ઇન્ફ્રાસ્ટ્રકચર બાબતો ઉપર જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે કેવડિયા સ્થિત વીઆઈપી સર્કિટ હાઉસ ખાતે સવારે ૧૧.૩૦ કલાકે સમીક્ષા બેઠક યોજી હતી.

જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા દ્વારા દ્વારા મુખ્ય સચિવ રાજકુમારનું શાબ્દીક સ્વાગત-આવકાર કરી નર્મદા જિલ્લામાં એસ્પિરેશનલ સેક્ટરમાં કરવામાં આવેલી કામગીરીનું પ્રેઝન્ટેશન દ્વારા ચિતાર આપવામાં આવ્યો હતો.

મુખ્ય સચિવ એ સૌ પ્રથમ આરોગ્ય અને સંકલિત બાળ વિકાસ વિભાગની સમીક્ષા કરી હતી. અને કુપોષિત બાળકો તથા સગર્ભા ધાત્રી માતાઓ માટે શું પ્રયાસો કરવામાં આવ્યા છે. તેની આંકડાકીય વિગતો મેળવી અને સાગબારા-ડેડીયાપાડા તાલુકામાં આ યોજના ચાલે છે તો કુપોષણ દરમાં ઘટાડો થયો ફેર પડ્યો કે કેમ, ઓછું વજન ધરાવતા બાળકો માટે શું પ્રયત્ન કરવામાં આવે છે, તેમને આહારમાં શું આપો છો. આઈ.સી.ડી.એસના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલ દ્વારા સગર્ભા-ધાત્રી માતાને આર્યન ટેબલેટ તથા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં બે વર્ષ સુધી સીંગતેલ, ચણા, તુવેરદાળ તથા દૂધ સંજીવની યોજના અમુલ દ્વારા અમલમાં છે. કિશોરીઓ માટે પુર્ણાશક્તિ યોજનાનો લાભ આપવામાં આવે છે તેમ જણાવ્યું હતું. તો આપણા જિલ્લામાં કુપોષણ અને માતા મરણનો દર કેમ ઓછો નથી થયો. ખરેખર યોજનાનો લાભ લોકો લે છે કે નહીં તેની માહિતી મેળવી મેળવો. માતાના વ્યવહાર-સમજમાં પરિવર્તન ન આવે ત્યાં સુધી આંગણવાડી આશાવર્કરો પોષણયુક્ત તેમણે આહાર આપો છો.. માતાને સમજાવો છો.. તે માટે ટાઈમ આપો છો. ૨૪ કલાક તેમની પાછળ નિકાળો છો. તેમને ખોરાકમાં ઉપયોગ કરવાથી ફાયદો થવાનો છે. જ્યાં સુધી સ્વયં જાગૃતતા ન આવે, વ્યવહારમાં પરિવર્તન ન આવે ત્યાં સુધી સફળતા ન મળે, આપણા આ જિલ્લાને એસ્પીરેશનલમાં પાંચ વર્ષ થવા આવ્યા. છતાં ટકાવારી ૩૫ થી ૩૬ ટકા જ આવે છે. સો ટકાએ પહોંચાડવું છે. પ્રશ્ન એ છે કે માતા-બાળકને સમજાવવું આહાર જાતે ઉપયોગ કરે, તેની કાળજી રાખે, આખા ઘરના લોકો આરોગે તો તેમાં સફળતા ઓછી મળશે. જેના કારણે હિમોગ્લિન અને એનિમિયા કુપોષણમાં બદલાવ ઝડપી આવવામાં વાર લાગશે. તમે પણ જાતે ઘરે જઈને માતાઓને સમજાવો, પૌષ્ટિક આહાર અને સરગવાની સિંગો, પાંદડા, ફુલ જેવા ભાગનો ઉપયોગ કરો અને લીલા શાકભાજી પણ ઉમેરી શકાય, હિમોગ્લોબિન ઓછું હશે તો ગમે તેવો ખોરાક આપશો તો પણ પરિણામ નહીવત મળશે. આંકડાની માયાજાળ અને ડેટા જોઈને કોઈ તારણ પર પહોંચી શકીએ નહીં. બાળકના વજનનો પ્રશ્નો હતો કે, માતાના HB નો એનિમિયાનો પ્રશ્ન હતો તેના મૂળમાં જઈને લોકોને સમજાવો જાગૃત કરો, રેન્ડમલી ફિજીકલ ચેક કરો, અધિકારીઓ પણ તેમના ઘરે ભોજન આરોગે તો તેમનો વિશ્વાસ વધશે અને તેઓ પણ અપનાવતા થશે. આરોગ્ય વિભાગ પણ તેમાં જોતરાય અને સંયુક્ત રીતે બાળકને કુપોષણમાંથી મુક્ત કરવાનું છે. માતાની સારવાર પણ મેડિકલ ટીમ અને આશાવર્કર મુલાકાત કરી ઘરે જઈને સમજાવે.

શિક્ષણ વિભાગ દ્વારા શાળામાં આપવામાં આવતા મધ્યાન ભોજન અને બાળકોની શાળા આરોગ્ય તપાસણી તેમજ બાળકો અને શિક્ષકોની હાજરી નિયમિતતા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો વિધ્યાસહાય શિક્ષકો અનિયમિત હોય તો તેને દૂર પણ કરી શકાય છે બાળકોને ગણિત વિજ્ઞાન જેવા વિષયો પણ શીખવી હોશિયાર કરવા અને જિલ્લામાં ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટી ઉપલબ્ધ હોય તો તાલુકા કક્ષાએ ગ્રામ પંચાયત કક્ષાએ જીસ્વાન દ્વારા વીડિયો કોન્ફરન્સ રાખીને શિક્ષકો ગ્રામ સેવકો તલાટી આશા વર્કર આંગણવાડી વર્કરની ફિઝિકલી મોનિટરિંગ સુપરવાઇઝિંગ કરવાની બાબત ઉપર મુખ્ય સચિવ એ ભાર મૂક્યો હતો

સાથે જંગલ વિસ્તારમાં એફ.આર.એ દ્વારા મળેલી જમીનમાં મિયાવાકી પદ્ધતિ દ્વારા વૃક્ષારોપણ અને બાગાયતી પાકો વાવીને હરિયાળી સાથે ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય તેવા પ્રયત્નો કરવા ટપક સિંચાઈ તથા સરગવાની ખેતી કરીને પૂરક આવક મેળવી શકાય તેવા પ્રયાસો કરવા જોઈએ, પ્રાકૃતિક ખેતી અંગે પણ સમીક્ષા કરાઈ હતી

ખાટી ભીંડીના શરબતને સખીમંડળની બહેનો દ્વારા તૈયાર કરાય છે, તેને ટ્રેડમાર્ક કરી પ્રવાસીઓ વધુમાં વધુ લાભ લે અને સોફ્ટ ડ્રિંક તરીકે ઉપયોગ કરે, લાઈવલી હુડ પ્રોજેક્ટને કાર્યાનિત કરી શકાય, પશુપાલન તેમજ કડકનાથ મુરઘા પાલનને પણ પ્રોત્સાહિત કરી શકાય નાણાંની કોઈ કમી નથી પણ ઇનોવેશન બાબતો પર ભાર મૂકવો તેથી લોકોની સુખાકારીમાં વૃદ્ધિ થાય. આમ મુખ્ય સચિવ એ તમામ સેક્ટરનું માઈક્રો ઓબ્ઝર્વેશન કરી પ્રેરક માર્ગદર્શન કર્યું હતું. અને જિલ્લાના અમલીકરણ અધિકારી પાસેથી માર્ગદર્શન અને રચનાત્મક સુચનો મેળવ્યા હતા.

મુખ્ય સચિવ એ અદાણી ફાઉન્ડેશન દ્વારા જનજાગૃતિ અને ગામડા લેવલે કામ કરવામાં આવે છે, તેમાં માતા મૃત્યુદરમાં કે કુપોષણમાં ઘટાડો થયો છે કે કેમ. તેનું મોનિટરિંગ કરી સર્વે કરો અને ફેર ન પડે તો ક્યાં કારણો છે તે જાણીને રિપોર્ટ કરો ફીડબેક કરો સારી કામગીરીને બિરદાવો અને ખરાબ હોય તેને પણ રિપોર્ટિંગ કરીને ધ્યાન પર લાવશો તો તેમાં સુધારાને અવકાશ રહેશે.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, SoUADTGA ના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, ઇન્ચાર્જ નાયબ વન સંરક્ષક ડો. રામ રતન નાલા, જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર, સીસીએફ શશીકુમાર, અધિક નિવાસી કલેક્ટર સી.એ.ગાંધી, અધિક કલેક્ટર હિમાંશુ પરિખ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, જિલ્લા આયોજન અધિકારી શશાંક પાંડે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનકકુમાર માઢક, આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્નાબેન પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી સહિત જિલ્લાના અન્ય અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here