પંચમહાલ પોલીસે સારથી બનીને માનવીય અભિગમ દાખવ્યો

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

અન્ય કેન્દ્ર પર પહોંચી ગયેલ ઉમેદવારને પોલીસવાનમાં બેસાડી,સમયમર્યાદામાં પરીક્ષાકેન્દ્ર ખાતે પહોચાડ્યા

પંચમહાલ જિલ્લામાં આજરોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે ત્યારે પંચમહાલ જિલ્લાના વેજલપુર પોલીસ સ્ટાફે તલાટીની પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને સમયસર પહોંચાડી માનવતા મહેકાવી હતી. પ્રવેશ આપવાની છેલ્લી મિનિટોમાં પોતાના પરીક્ષા કેન્દ્રને બદલે અન્ય કેન્દ્ર પર પહોંચી ગયેલ મહિલા ઉમેદવારને તાત્કાલિક પોલીસવાનમાં તેના પરીક્ષા કેન્દ્ર ખાતે સમયમર્યાદામાં પહોંચાડી માનવીય અભિગમ દાખવ્યો હતો.
ઉમેદવાર અન્ય જિલ્લામાંથી પંચમહાલના વેજલપુર ખાતે પરીક્ષા આપવા માટે આવ્યા હતા.ઉમેદવારનું પરીક્ષા કેન્દ્ર વેજલપુર સ્થિત એકલવ્ય મોડેલ સ્કુલ હતું પરંતુ ભૂલથી તેઓ કે.કે.સ્કુલ વેજલપુર ખાતે પહોંચી ગયા હતા.પંચમહાલના વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી આર.આર.ગોહિલના માર્ગદર્શન હેઠળશ્રી ધર્મેન્દ્રભાઇ,હેડ કોન્સ્ટેબલ મેનકાબેન તથા પોલીસ કોન્સ્ટેબલશ્રી ભેમજીભાઈ દ્વારા ઉમેદવારને પોલીસવાનમાં બેસાડી સમયમર્યાદામાં પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચાડીને સરાહનીય કામગીરી કરી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here