સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નવાગામ ખાતે બર્ક ફાઉન્ડેશન અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ના સંયુક્ત ઉપક્રમે હાયજીંગ સેનેટરી પેડનું વિતરણ કરાર્યું

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

રિક્ષા ફેરવતા મહિલા ચાલકો સહિત અન્ય કર્મચારીઓ ને હાયજીંગ સેનેટરી પેડ નુ વિનામૂલ્ય વિતરણ

સ્ટેચ્યુ ઑફ યુનિટી જોવા આવેલા દેશના અલગ અલગ રાજ્યના તેમજ વિદેશી પ્રવાસીઓ એ આ કાર્યકમ જોઈ બર્ક ફાઉન્ડેશન ની કામગીરી બિરદાવી તેની ખાસ નોંધ લીધી હતી

નર્મદા જિલ્લામાં અંતરિયાળ ગામડાઓમાં રહેતા તદ્દન ગરીબ વર્ગના પરિવારો માટે હંમેશા જરૂરિયાત મુજબની વસ્તુઓ આપવાની કામગીરી રાજપીપળા બર્ક ફાઉન્ડેશન દ્વારા ઘણા વર્ષોથી કરાઇ રહી છે જે ખરેખર પ્રશંસાપાત્ર છે ત્યારે હાલમાં કેવડીયા ખાતે નાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઘણી ઓછી કે એકપણ સંસ્થા દ્વારા આવા કોઈ કાર્યક્રમ કદાચ થયા નહી હોય ત્યાં બર્ક ફાઉન્ડેશન નાં જ્યોર્જ બર્ક,મારીયા બર્ક સહિતના સેવાભાવી લોકો એ ત્યા પહોંચી અને નજીકના નવાગામ ખાતે પહોંચી હાયજીંગ સેનેટરી પેડ નુ વિનામૂલ્ય વિતરણ કર્યું હતું.

આઈ.સી. ડી.એસ નર્મદા ના પ્રોજેક્ટ ઓફિસર ક્રિષ્નાબેન પટેલ નાં સહકાર થી બર્ક ફાઉન્ડેશન અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા સ્ટેચ્યુ અને નવાગામ ખાતે આ સફળ કાર્યકમ કરાયો હતો જેમા
પ્રોજેક્ટ બાલા નાં માધ્યમ થી મહિલાઓ ને હાયજીંગ સેનેટરી પેડ વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું.સાથે સાથે રિક્ષાવાળા બહેનો તથા ટુરિઝમને અને ત્યાં કામ કરતા તમામ વર્ગને પેડ નું વિતરણ કરાયું હતું

બર્ક ફાઉન્ડેશન દ્વારા અપાયેલા આ સેનેટરી પેડ થી પર્યાવરણ ને નુકસાન થતું નથી અને આ પેડ બે વર્ષ સુધી વાપરી શકાય છે.આ બંને કાર્યક્રમ માં કુલ ૫૦૦ જેવા પેડ નું નિશુલ્ક વિતરણ કરાયું હતું.જોકે સ્ટેચ્યુ પર પેડ વિતરણ દરમિયાન ભારત દેશના અલગ અલગ રાજ્યના તેમજ વિદેશી પ્રવાસીઓ એ આ કાર્યકમ જોઈ બર્ક ફાઉન્ડેશન ની કામગીરી ને બિરદાવી તેની ખાસ નોંધ લીધી હતી , જેમાં આ પ્રવાસીઓ પૈકી ૧૦૩ જેવી મહિલાઓ ને પણ પેડ વિતરણ કરી જરૂરી સમજ અપાઈ હતી.

પેડ વિતરણ કાર્યક્રમ માં બર્ક ફાઉન્ડેશન નાં જ્યોર્જ બર્ક,મધુબાલાબેન બર્ક,મારીયા બર્ક,માયાબેન બર્ક, જ્યોતિબેન ભાવસાર,મોઈનભાઈ રાજ,કૈલાશભાઈ ભાવસાર અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ, નર્મદા જિલ્લા નાં હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here