છોટાઉદેપુર જિલ્લાના કવાંટથી 400થી વધુ પદયાત્રી માતા ભક્તો અંબાજી માતાના રથ સાથે અંબાજી તરફ રવાના થયાં

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છેલ્લા 16 વર્ષ થી કવાંટ ના માઇ ભક્તો કવાંટ થી અંબાજી સુધી માં જગદમ્બેની આરાધના કરતા પગપાળા જય પોતાની આસ્થા પ્રગટ કરે છે. ચાલુ સાલે પણ કવાંટ થી 400 થી વધુ માતા ભક્તો માં અંબે ના રથ સાથે જય માડી અંબે જય જય અંબે ના ગગનભેદી નારાઓ સાથે છોટાઉદેપુર આવી પહોંચ્યા હતા જા નગરના ભાવિક ભક્તો દ્વારા ઉમળગાબેટ માતાજીનું સ્વાગત કર્યું હતું અને માં જગદંબે ના જય ઘોષ સાથે માતાજીના ભક્તો રથ સાથે નગરમાં ફરી અંબાજી તરફ પ્રયાણ કર્યું હતું.આ માઇ ભક્તો ભક્તિભાવથી ભજન કીર્તન કરતા 350 થી વધુ કિલોમીટર ની પદયાત્રા કરી અંબાજી પહોંચી માં અંબે ની આરાધના કરી પરત કવાંટ ફરશે. પદયાત્રી સંઘ નગરમાં ફરતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here