એક યુદ્ધ નશાની વિરૂદ્ધ કાર્યક્રમ નસવાડીના તણખલા ગામે શ્રીમતી ઝેડ.ટી.પટેલ સાર્વજનિક વિદ્યાલય દ્વારા યોજાયો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકાના તણખલા ગામે ઝેડ.ટી.પટેલ સાર્વજનિક વિદ્યાલય દ્રારા એક યુદ્ધ નશાની વિરૂદ્ધ કાર્યક્રમ રાખી લોકોમા જાગૃતતા લાવવાનુ કાર્ય કર્યું છે જેમા લોકો નશાના રવાડે ચડી પોતાનુ જીવન બરબાદ કરેછે અને સાથે સાથે અખો પરિવાર બરબાદ થાય છે અને બાળકોનુ ભવિષ્ય રૂંધાય છે એનુ મૂળ કારણ નશો છે અને નશો કરનારા વ્યક્તિઓ નશો છોડી પોતાનુ જીવન સુધારે અને ઘર પરિવાર સુખ શાંતિ થી રહે તેવા પ્રયાસો તણખલા હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો દ્રારા કરવામા આવ્યા છે જે સંદર્ભે એક સુંદર રેલીનુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્રારા કરવામાં આવ્યુ છે અને શિક્ષકોના જણાવ્યા મુજબ આ કાર્યક્રમ ગ્રામ જાગૃતિના ભાગ રૂપે ગામમા નશાની વિરૂદ્ધ જાગૃતિ આવે એવા હેતુથી આ શાળામા વકૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા નુ પણ આયોજન કરવામાં આવેલ છે અને આ કાર્યક્રમનો હેતુ એ છે કે લોકોમા નશાની આદત છૂટે અને નશા કરનારાઓમા જાગૃતિ આવે અને આ નશો જે કરેછે તેવા લોકો નશા મુકત થાય અને નશાના કારણે બરબાદ થતા ઘર પરિવારોમા પરિવર્તન આવે અને નશો કરનારા લોકો આ નશો છોડે અને લોકોમાં જાગૃતિ આવે એવા પ્રયાસો શિક્ષકો અને વિદ્યાર્થીઓ એ આ રેલી દ્રારા કરવામા આવ્યા હતા બીજુ કે આપણુ ગામ આદિવાસી વિસ્તાર ધરાવે છે અને આપણા વિસ્તારમા નશો કરનારાઓની સંખ્યા જોવા મળેછે એટલે આવા કાર્યક્રમો થકી લોકોમા જાગૃતિ આવે અને આવનારી પેઢીઓ પણ આવા ખોટા વ્યસનો કરતા અટકે અને ભવિષ્ય સુધરે અને નશો કરનારા વ્યક્તિઓને જાગૃત કરવા માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્રારા તમામ નશો કરનારા વ્યક્તિઓને જાગૃત કરવાના આશયથી એક યુદ્ધ નશાની વિરૂદ્ધ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here