તાઉતે વાવાઝોડાના કારણે બાબરા હાઇવે પર આવેલા વૃક્ષો ધરાશાયી તેમજ 600 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું

બાબરા, (અમરેલી) હિરેન ચૌહાણ :-

બાબરા પંથકમાં ગત સાંજે સરૂ થયેલા વાવાઝોડું ના રુદ્ર તાંડવ મા અમરેલી જિલ્લાને વેર વિખેર કરી નાખ્યો છે. બાબરા શહેર માં ગઇ રાત્રે અગીયાર વાગ્યા થી વાવાઝોડા ની અસર જોરદાર વરસાદ સાથે ચાલું થય હતી વાવાઝોડા ના સાવચેતી પગલાં ના ભાગરૂપે બાબરા નગરપાલિકા દ્વારા બાબરા ના કરીયાણા રોડ નિલવળા રોડ નદીકાંઠા વિસ્તાર દરેડ રોડ સહિત જરૂરી જણાતાં લોકો નું 600 થી વધુ લોકો નું કેપી ગર્લ્સ હાઇસ્કુલ,કમળશી હાઇસ્કુલ,તાલુકા શાળા સહિત સ્કોલો મા સાવચેતીત જગ્યાએ લોકો નું બાબરા નગરપાલિકા ના ચિફ ઓફીસર ઝાલા પાલિકા પ્રમુખ લલીતભાઇ આંબલીયા જીલ્લા ભાજપ ના મહામંત્રી ભુપેન્દ્રભાઇ બસીયા ભુપતભાઇ બસીયા સહિત આગેવાનો દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું હતું આ તમામ લોકો માટે નગરપાલિકા દ્વારા રાત્રે સુવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ આજે સવારે પણ નાસ્તો પાણી ની વ્યવસ્થા કરવામાં આવી હતી સવારે 10 વાગે વાવાઝોડાની અસર ઓછી થતા જિલ્લા ભાજપના મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસિયા નગરપાલિકા ના પ્રમુખ લલીતભાઇ આંબલીયા લોકોની મદદથી નીકળી પડ્યા હતા શહેરી વિસ્તારમાં જાણવા મલતી વિગતો મુજબ કોય મોટી નુકસાની થઈ નથી ગત મોડી રાત્રે થી શહેર અને તાલુકામાં વિજળી ગુલ થઇ ગઇ હતી. તેમજ તાલુકા પંથકમાં કાચા મકાનો ધરાશય થયા હતા. તંત્ર દ્વારા સમગ્ર તાલુકામાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here