સસ્પેન્ડ થયેલા કોંગ્રેસના રાજપીપળાના પૂર્વ ધારાસભ્ય પી ડી વસાવાની કોંગ્રેસમાં ઘર વાપસી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ સહિત અર્જુન મોઢવાડિયા ની ઉપસ્થિતિ મા કૉંગ્રેસ નો ખેસ ધારણ કર્યો

પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ 50 જેટલા કાર્યકરો આગેવાનો કોંગ્રેસમાં પુના જોડાયા

નર્મદા જિલ્લાના નાંદોદ (રાજપીપળા) ના ચાર ટર્મ થી ધારાસભ્ય રહી ચૂકેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવાની રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અર્જુન મોઢવાડિયા, શૈલેષ પરમાર, કાર્યકારી પ્રદેશ પ્રમુખ હેમંતસિંહ પટેલ, પ્રવક્તા મનીષ દોશી વગેરેની ઉપસ્થિતિમાં કૉંગ્રેસ પાર્ટી મા ઘર વાપસી થયી હતી.

રાજપીપળા ના પુર્વ ધારાસભ્ય પીડી વસાવાને કૉંગ્રેસ પાર્ટી નો ખેસ પહેરાવીને પ્રદેશ આગેવાનો એ કોંગ્રેસમાં પુનઃ પ્રવેશ કરાવ્યો હતો. તેમની સાથે નર્મદા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હરેશ વાળંદ સહિત 50 જેટલા કાર્યકરોએ પણ કોંગ્રેસમાં પ્રવેશ કરાવતા નર્મદા જિલ્લા કોંગ્રેસ છાવણીમાં આનંદની લાગણી છવાઈ છે

ખાસ કરીને ચાર ટર્મથી કોંગ્રેસમાં ધારાસભ્ય રહી ચૂકેલા અને સૌથી સિનિયર આગેવાન એવા પી ડી વસાવાને પ્રદેશ પાર્ટી એ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કર્યા હતા. ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી પછી પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી હરેશ વસાવા અને જિલ્લાના કોંગ્રેસી આગેવાન જયંતિ વસાવા સહિત કેટલાક આગેવાનો ભાજપમાં જોડાયા હતા જેને કારણે નર્મદા કોંગ્રેસમાં શૂન્યાવકાશ સર્જાયો હતો..

પરંતુ પૂર્વ ધારાસભ્ય પીડી વસાવાની કોંગ્રેસમાં પુના વાપસી થવાથી કોંગ્રેસના કાર્યકરોમાં ફરી એકવાર નવો જોમ જુસ્સો આવ્યો છે.

ત્યારે પીડી વસાવાએ ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે ગઈકાલે રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસના આગેવાનોની વચ્ચે મને ખેસ પહેરાવીને કોંગ્રેસમાં પુનઃ પ્રવેશ કરાયો છે તે બદલ હું પ્રદેશ મવડી મંડળનો આભારી છું. મને માતૃ સંસ્થામાં પ્રવેશ આપી ફરીથી કામ કરવાની તક આપી એનો મને અતિ આનંદ થયો છે. અને હું મારી જાતને ધન્ય અનુભવ છું.
નર્મદા કોંગ્રેસમાં સંગઠન નબળું પડ્યું હતું કાર્યકરોમાં હતાશા આવી ગઈ હતી હવે તમે ફરીથી કોંગ્રેસમાં પ્રવેશ પામ્યા છે ત્યારે સંગઠનને મજબૂત કરવા વિશે તેમણે જણાવ્યું હતું કે કે નર્મદા જિલ્લા કોંગ્રેસમાં થોડા સમય માટે કોંગ્રેસ નબળી પડી હતી એના કારણે કાર્યકરોમાં હતાશાઆવી ગઈ હતી.અને કોંગ્રેસમાં જે રીતે કામગીરી થવી જોઈએ તે કામગીરી થતી નહોતી.

જોકે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી હરેશ વસાવા ભાજપમાં જોડાયા તેનાથી કોંગ્રેસને શું ફેર પડશે એ પ્રશ્નોના જવાબ આપવાનો પીડી વસાવાએ એ એમનો વ્યક્તિગત નિર્ણય હોવાનું જણાવી જવાબ આપવાનું ટાળ્યું હતું.

આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મજબૂત કરવા અંગેના પ્રશ્નમાં તેમને જણાવ્યું પક્ષ મને જે કામગીરી સોંપશે છે તે હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ. હું પહેલેથી કોંગ્રેસનો વફાદાર સૈનિક રહ્યો છું.એ રીતે જ હું કામગીરી કરીશ
આગામી દિવસોમાં પાર્ટી જે પણ મને કામગીરી સોંપશે તે નિષ્ઠાપૂર્વક કામગીરી કરીશ.
નર્મદા જિલ્લામાં દિવાળી પહેલા ટૂંક સમયમાં સંગઠન મજબૂત કરવાના મારા પ્રયાસો હશે તેમ પીડી વસાવાએ જણાવતા હાલ તો નર્મદા કોંગ્રેસ છાવણીમાં આનંદની લહેર ફેલાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here