પંચમહાલ : મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 અંતર્ગત ખાસ ઝુંબેશ દિવસ

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

તા.05 અને 26 નવેમ્બર (રવિવાર) તથા 03 ડિસેમ્બર (રવિવાર) અને 09 ડિસેમ્બર (શનિવાર)ના રોજ યોજાશે ખાસ ઝુંબેશ દિવસ

લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.01લી જાન્યુઆરી, 2024ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

રાજ્યભરમાં ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન ખાસ ઝૂંબેશ દિવસ તરીકે તા.05/11/2023 (રવિવાર), તા.26/11/2023(રવિવાર),તા.03/12/2023 (રવિવાર) અને તા.09/12/2023 (શનિવાર)ના રોજ ખાસ ઝૂંબેશ દિવસ તરીકે નિયત કરવામાં આવ્યો છે. આ દિવસે બૂથ લેવલ ઑફિસર્સ સવારે 10.00થી સાંજે 05.00 વાગ્યા દરમિયાન સંબંધિત બૂથ પર હાજર રહેશે અને નાગરિકોને રુબરુ જોવા માટે મતદારયાદી ઉપલબ્ધ કરાવશે.

ખાસ ઝુંબેશના દિવસે પંચમહાલ જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે બુથ લેવલ ઓફિસરશ્રીઓ મતદાનમથક ખાતે હાજર રહી હક્ક – દાવા અને વાંધા અરજીઓ સ્વીકારશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાત્રતા ધરાવતા યુવાનો અને તેનાથી વધુ વયજૂથ ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે તથા મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચના Voter Helpline App અને VSP ઉપર ઑનલાઈન ફોર્મ ભરી શકાશે તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પંચમહાલ – ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here