શ્રી એમ આર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, રાજપીપળા દ્વારા ભદામ ખાતે એન.એસ.એસ નું વાર્ષિક શિબિર યોજાયુ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

શ્રી એમ આર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, રાજપીપળા દ્વારા એન.એસ.એસ ની વાર્ષિક શિબિર નું આયોજન તારીખ ૦૭/૦૧/૨૦૨૪ થી ૧૩/૦૧/૨૦૨૪ દરમ્યાન રાજપીપળા પાસે ના ભદામ ખાતે યોજાયો હતો. આ શિબિરનો શુભારંભ તારીખ ૦૭ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ ભદામ ખાતે કરવામાં આવ્યું હતું. શિબિરનું ઉદઘાટન તા. ૦૮ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ રાખવામાં આવ્યું હતુ જેમાં નાંદોદ વિધાનસભા ના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, પી ડી વસાવા ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ પ્રમુખ અને માજી ધારાસભ્ય પી. ડી. વસાવા, કોલેજ પ્રાચાર્ય ડો એસ જી માંગરોલા, ગ્રામ પંચાયતના સરપંચ હીનાબેન સુરેશભાઈ વસાવા, ભદામ ગામ ના આગેવાન રોનકભાઇ પટેલ, ચિરાગભાઈ પટેલ તેમજ રાષ્ટ્રિય સેવા યોજના ના પ્રોગ્રામ ઓફિસર મનીષાબેન વસાવા, ડો રવિકુમાર વસાવા, ડો દિનેશકુમાર પ્રજાપતિ, ડો જેતલકુમારી પટેલ અને એન એસ એસના સ્વયં સેવકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ ના મુખ્ય મહેમાન ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, અતિથિ વિશષ ઘનશ્યામભાઇ પટેલ, અધ્યક્ષ પી ડી વસાવા એ એ ઊપસ્થિત તમામ એન એસ એસ સ્વયંસેવકો ને પ્રોત્સાહિત કરી આશીર્વચન આપ્યા હતા .

કોલેજ પ્રાચાર્ય શૈલેન્દ્રસિંહ માંગરોલા એ મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને પરિચય આપ્યો હતો . એન. એસ. એસ ની સ્વયંસેવિકા અવની બેન અને યુગમાબેને ઉપસ્થિતિ સૌ ને એન.એસ. એસ ની પ્રવુતિઓ અને વિધાર્થીઓ માટે તેના મહત્વ વિશે પરિચય આપ્યો હતો. એન એસ એસ ના સ્વયંસેવકોએ સામૂહિક રીતે લક્ષ્ય ગીત ગાયું હતુ ઉદઘાટન પ્રસંગે રાષ્ટ્ર ગાન પછી અલ્પાહાર સાથે ઉદઘાટન કાર્યક્ર્મ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here