સિદ્ધપુર આંગડિયા લૂંટ કેસમાં પકડાયેલા બે આરોપીઓ સબજેલ માંથી પોલીસનું જ બાઈક લઈને ફરાર થઈ જતા ચકચાર

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુર ના ચકચારી આંગડિયા લૂંટ કેસના બે આરોપીઓ સિદ્ધપુર સબજેલમાંથી ગત રોજ ડ્યુટી પર ના એએસઆઈ નું જ બાઈક લઈ નાસી છૂટતા ચકચાર મચી જવા પામી છે.આ અગાઉ આ લૂંટ કેસના અન્ય એક આરોપી એ ગત 6 ઠ્ઠી જુલાઈ ના રોજ બિન્દાસ બની જેલમાંથી મોબાઈલ ઉપર વાત કરી તેમજ સાથોસાથ વીડિયો બનાવી સ્ટેટ્સ પર મૂકી વીડિયો વાયરલ કરતા જે-તે સમયે પોલીસબેડા માં ચકચાર મચી જવા પામી હતી.જો કે હાલ ના મામલા માં ફરજ પર તૈનાત પોલીસ (સંત્રી)નું બાઈક હોવા અંગે પોલીસ મગનું નામ મરી પાડી રહી નથી.સબજેલ માંથી ચકમો આપી બિન્દાસ નાસી છૂટેલા આરોપીઓ અંગે ફરજ પર ના કર્મીઓની લાપરવાહી છે કે મિલીભગત તે પણ એક તપાસ નો વિષય છે. આ અંગેની જાણ થતા પાટણ એસપી આજરોજ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.બન્ને આરોપીઓને શોધવા એલસીબી, એસઓજી,પોલીસ ફર્લો સહિત સ્થાનિક સિદ્ધપુર પોલીસ ની અલગ-અલગ પાંચ ટિમો બનાવી ફિલ્ડ માં મોકલાઈ હોવાનું સિદ્ધપુર ડીવાયએસપી સી.એલ.સોલંકી એ જણાવ્યું હતું.
સિદ્ધપુર દેથળી ચાર રસ્તા પર ગત ૧૭ મી જૂને ધોળા દિવસે બનેલી 6.84 લાખના મુદ્દામાલની આંગડિયા લૂંટમાં સંડોવાયેલા બે આરોપીઓ ગત રાત્રે આશરે નવ થી સવાનવ કલાક ના ગાળામાં સબજેલના મુખ્ય દરવાજા પરથી પોલીસકર્મીનું બાઈક લઈ બિન્દાસ ફરાર થઈ જઈ પોલીસ બેડાને કાર્યશૈલી પર જોરદાર તમાચો મારતા ગયા છે. સિદ્ધપુર આ ચકચારી લૂંટ કેસ માં પકડાયેલા આરોપી ઓ પૈકીનો મુખ્ય આરોપી ઉપેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુભા કીર્તિસિંહ ચૌહાણ, રહે.મોટા કોઠાસણા,તા. સતલાસણા તેમજ સહ આરોપી દેવુસિંહ બાલસિંહ ચૌહાણ,રહે.કુબડા, તા.સતલાસણા,જિ.મહેસાણા વાળાઓ દોઢ માસ અગાઉ સુરતથી પકડી પડાયા હતા. આ બન્ને આરોપીઓ ગતરોજ સિદ્ધપુર સબજેલ માંથી નાસી છૂટતા જિલ્લા પોલીસ દોડતી થઈ જવા પામી છે.સબજેલમાંથી કેદીઓ ફરાર થઈ જતા જિલ્લા એલસીબી, એસઓજી સહિત સિદ્ધપુર ડીવાયએસપી,પીઆઈ સહિતનો પોલીસ કાફલો સબજેલ ખાતે ધસી આવ્યો હતો.સમગ્ર પોલીસ અધિકારીઓ આ સબજેલ માં ગતરોજ સંત્રી તરીકે ફરજ પર તૈનાત એએસઆઈ જગદીશભાઈ પુનાભાઈ તેમજ અ.પો.કો.જગદીશભાઈ નાનજીભાઈ ની સઘન પૂછપરછ કરી ફરાર કેદીઓને ઝબ્બે કરવા કડીઓ મેળવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે. આ આરોપીઓને ભગાડવામાં ક્યાંક ને ક્યાંક ફરજ પરના સંત્રીઓની સંડોવણી હોવાની આશંકા ઓને ધ્યાને રાખી તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. આ અંગે સિદ્ધપુર ડીવાયએસપી સી.એલ. સોલંકીએ જણાવ્યું કે મે. પાટણ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા ના માર્ગદર્શન હેઠળ પાંચ ટિમો બનાવી ફિલ્ડ માં મોકલી બન્ને ફરાર થયેલા આરોપી ઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે. સબજેલમાં ફરજ પરના બન્ને પોલીસ કર્મીઓએ પોતાની ફરજમાં ગંભીર નિષ્કાળજી દાખવી હોવાથી તેમજ તેમના મેલાપીપળા થકી જ આ આરોપીઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હોવાથી આ બન્ને ગાર્ડ સામે આરોપીઓને મદદગારી કરવા સહિત ના ગુના માં અટક કરી સન્સ્પેશન સહિત ના આકરા પગલાં પુરાવાઓને ધ્યાને રાખી ભરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here