વડાપ્રધાનની ઉપસ્થિતિમાં 30 મીએ બનાસકાંઠા ખાતે યોજાનારા રાજ્ય કક્ષાના કાર્યક્રમને સમાંતર નર્મદા જિલ્લાના ૧૧૧ ગામોમાં પણ યોજાશે કાર્યક્રમ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

સ્વચ્છતા હી સેવા” ના ત્રિ-દિવસીય કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં પ્રથમ દિવસે યોજાયું સ્વચ્છતા અભિયાન

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નેજા હેઠળ શરૂ થયેલા કાર્યક્રમમાં ગામેગામ શાળાના વિદ્યાર્થીઓએ રેલી યોજી સ્વચ્છતા અંગે જાગૃત્તિ સંદેશો પાઠવ્યો

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા આવાસોનું તા.૩૦ મીએ કરાશે લોકાર્પણ

ગુજરાતના ગ્રામ વિકાસ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં તા.૨૭ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત ત્રિ-દિવસીય કાર્યક્રમ યોજી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નર્મદા જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નેજા હેઠળ વિવિધ ગામોમાં સફાઇ અભિયાનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં તા.૩૦ મી સપ્ટેમ્બર,૨૦૨૨ ને શુક્રવારના રોજ બનાસકાંઠા જિલ્લામાં રાજ્ય કક્ષાના યોજાનારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રા) હેઠળ નિર્માણ પામેલા આવાસોના લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં કુલ-૧૧૧ ગામોમાં સમાંતર રીતે કાર્યક્રમ યોજાનાર છે. જેના ભાગરૂપે આજથી શરૂ થયેલા ત્રિ-દિવસીય ઉત્સવના ભાગરૂપે જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલી શાળાઓમાં અને જાહેર સ્થળોએ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. શાળાના બાળકોએ ગામમાં રેલી યોજી સ્વચ્છતા અંગે જાગૃત્તિ સંદેશો ફેલાવી ગામમાં સ્વચ્છતા જાળવી રાખવા માટે ગામલોકો સાથે સ્વચ્છતાના શપથ પણ લીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here