લ્યો કર લો બાત… 62 ના મહેકમ હોવા છતાં વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 37 જ તલાટી મંત્રીઓ વાહ રે વિકાસ..!!!

વાંકાનેર, (મોરબી) આરીફ દીવાન :-

158 સરકારી શાળામાં પણ શિક્ષકોની ઘટ હોવાથી વિદ્યાર્થીનું ભાવી પણ જોખમ જનક બન્યું છે

મોરબી વાંકાનેર પંથકમાં આશરે 102 જેટલા ગામે વિસ્તારો આવેલા છે અને 90 ગામ પંચાયત હોય ત્યાં ફરજ ના ભાગે 50 ટકાનું સ્ટાફ તલાટી મંત્રીઓનો રહ્યો હોય તે રીતે મહેકમ અનુસાર 50% ની ઘટ રહી છે 90 ગામ પંચાયતમાં માત્ર 37 જેટલા તલાટી ક્રમ મંત્રીઓ ફરજ બજાવે છે જેના પરિણામે એક તલાટી મંત્રી દીઠ એક થી વધુ ગ્રામ્ય વિસ્તારો સંભાળવા પડે છે જેના પરિણામે અરજદારને ચાર્જ પર રહેલા તલાટી મંત્રીઓ ના પ્રજાલક્ષી વિકાસલક્ષી કાર્યને ઝડપી વેગ આપી શકતા ન હોવાના કારણે અરજદારો અને મંત્રીઓ માં રકજક થવાના બનાવો છાસવારે બનતા હોય છે વિકાસની વાતો કરનાર નેતાઓએ અને જિલ્લા કક્ષાના અધિકારીઓએ વાંકાનેર પંથકમાં ખરા અર્થે વિકાસ અંતર્ગત સંપૂર્ણ મહેકમ ફાળવી મતદાર પ્રજાને સમસ્યા મુક્ત કરવી જોઈએ આજના ડિજિટલ યુગમાં વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત માહિતી ગાર તો બન્યા પરંતુ સંપૂર્ણ લાભાર્થીને લાભ મળવા પાત્ર અરજદારને તલાટી મંત્રીના અભાવે હાલાકી નો ભોગ બનવું પડે છે 90 ગામ પંચાયત 102 જેટલા ગ્રામ્ય વિસ્તાર અને માત્ર 37 તલાટી મંત્રીઓ હોવાના કારણે ગ્રામ્ય વિસ્તારની મતદાર પ્રજાના વિકાસ લક્ષી કાર્યોમાં ભારે હાલાકી નો ભોગ બનવું પડે છે મહેકમ 62 નું હોવા છતાં વાંકાનેર પંથકમાં તલાટી મંત્રીઓ માત્ર 37 જ રહ્યા છે જે તલાટી મંત્રીઓ 90 ગામ પંચાયત સંભાળે છે જેથી ડિજિટલ યુગમાં વિકાસલક્ષી કાર્યને વેગ મળવામાં આયોજન નો અભાવ કે જિલ્લા કક્ષાના અધિકારીઓની નિષ્ક્રિયતાનું પરિણામ નો ભોગ મતદાર પ્રજા બની રહી હોય તેમ હાલ વાંકાનેર પંથકની મતદાર પ્રજા જનો મહેસુસ કરી રહ્યા છે નોંધનીય છે કે વાંકાનેર પંથકમાં આશરે 158 જેટલી સરકારી શાળા સ્કૂલો આવેલી છે તેમાં શિક્ષકોની પણ ઘટ રહી છે જેથી મોરબી પંથકનો વિકાસ માત્ર કાગળ પર હોય તેમ વિદ્યાર્થીઓનું ભાવી પણ કોરા કાગળ જેવું બને તેવા સંકેતો હાલ વાંકાનેર પંથકમાં શિક્ષકોના ઘટથી વાલી વારસદાર મહેસુસ કરી રહ્યા છે જે વિકાસની વાતો કરનાર નેતાઓ અને જિલ્લા કક્ષાના અધિકારીઓ માટે લાલબત્તી સમાન રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here