અમદાવાદ જેવી મેઘાસિટીમાં વિકાસ ભૂગર્ભ ગટરમાં પ્રગટ થયો..!!!

અમદાવાદ, આરીફ દીવાન (મોરબી) :-

અમદાવાદ શહેર જિલ્લામાં વિકાસ માત્ર કાગળ પર થતો હોય તેમ મેગા સીટી એવા અમદાવાદ શહેરના મુખ્ય માર્ગો થી પસાર થતી ભૂગર્ભ ના ઢાંકણા મા વિકાસ પ્રગટ થયો હોય તેમ સોશિયલ મીડિયામાં તંત્રની નિષ્ક્રિયતા છાસવારે પ્રકાશમાં આવતી હોય તેમ ચોમાસાના પ્રથમ વરસાદથી જ પાણીના નિકાલ ના અભાવે મેગા સીટી અમદાવાદ પંથકના મતદારો ચિંતક બન્યા છે ત્યારે વિકાસની પીપૂડી વગાડતા નેતાઓ ખરા અર્થે વિકાસ કરવામાં નિષ્ક્રિય રહ્યા હોય તેમ મોટાભાગના વિસ્તારોમાં રખતા ઢોર અને સ્વચ્છતા ના અભાવે ઠેર ઠેર ગંદકી કચરાના ગંજ થી લોકોના આરોગ્યને સતત ભય રહ્યો છે ત્યારે જિલ્લા કક્ષાના અધિકારીઓ પણ અમદાવાદ જેવા મેગાસિટીમાં મતદાર પ્રજા સમસ્યા મુક્ત રહે તે કાર્યથી આયોજનના અભાવે ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા ભાંગીને ભૂકો થઈ ગયા હોય તેવી પરિસ્થિતિમાં જોવા મળે છે ત્યારે પરિસ્થિતિને પારખી ને તંત્ર વાહકોએ ચોમાસાની ઋતુમાં પાણીના નિકાલ સાથે રોડ રસ્તા ના ખાડા સહિત ભૂગર્ભ ગટરના તૂટેલા ઢાંકણા ના કારણે કોઈ દુર્ઘટના ન ઘટે તેની તકેદારી રાખી મહાનગરપાલિકાની હદમાં આવેલા તમામ વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે ખરા અર્થે વિકાસ લક્ષી કાર્યને વેગ આપવો જોઈએ સરખેજ ફતેવાડી લકઝુરૂય રેસીડેન્સી વિસ્તારોમાં સતત વિદ્યાર્થીઓ વૃદ્ધો અને વાહન ચાલકોની અવર-જવર રહેતી હોય તેવા વિસ્તારમાં ભૂગંટરના ઢાંકણા ભાંગીને ભૂકો થઈ જતા હોય છતાં વિકાસની પીપૂડી વગાડવી એ ચૂંટાયેલા પ્રજાના નગરસેવકો અને મહાનગરપાલિકાના જવાબદાર વ્યક્તિઓ માટે લાલબત્તી સમાન છે જે જોખમી અમદાવાદમાં ભૂગર્ભ ગટર માં વિકાસ પ્રગટ થયો!!! હોય તેમ તસવીરમાં દ્રશ્યમાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here