રાજપીપળાના સરકારી દવાખાનામાં સારવાર મેળવતી આદિવાસી સગર્ભા મહિલાને મુસ્લિમ યુવાને લોહી આપી ભાઈચારાની અનેરી મિશાલ રજૂ કરી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

બકરી ઈદ નો તહેવાર હોવા છતાં જેતપુર વઘરાલી થી રાજપીપળા સુધી આવી મહિલા ને લોહી આપ્યું

ડીલેવરી કેસમાં નસવાડીની મહિલા રાજપીપળા સરકારી દવાખાનામાં દાખલ

નર્મદા જિલ્લાના ગાડેશ્વર તાલુકાના જેતપુર ગામના મુસ્લિમ યુવકે આજરોજ બકરી ઈદ નો તહેવાર હોવા છતાં એક જરૂરિયાતમંદ આદિવાસી સગર્ભા મહિલા ને પોતાનું રક્તદાન કરી કોમી એકતા અને ભાઈચારાનો ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

મળતી માહિતી અનુસાર નસવાડી તાલુકાના કાળીકુવા ગામ ખાતે રહેતી આદિવાસી મહિલા જ્યોતિકાબેન ધર્મેન્દ્રભાઈ રાઠવા પ્રસુતિના કેસમાં રાજપીપળા ના સરકારી દવાખાનામાં દાખલ થઈ હતી જ્યાં તેણીને સારવાર દરમિયાન એબી પોઝિટિવ ગ્રુપ લોહી ની જરૂરિયાત પડી હતી, આ આદિવાસી મહિલાના મામા ગણપતભાઈ ને જેતપુર વઘરાલી ગામ ખાતે મુસ્લિમ સમાજ ના લોકો સાથે સંબંધ હોય ને તેઓ ત્યાં પહોંચ્યા હતા અને હકીકત જણાવતા આજરોજ બકરી ઈદ નો તહેવાર હોવા છતાં , તહેવાર ને પડતો મુકી ગામમાંથી એ બી પોઝિટિવ ગ્રુપના ચાર પાંચ યુવકો રક્તદાન કરવા માટે અને મહિલાનો જીવ બચાવવા માટે માનવતા દાખવી વરસતા વરસાદ માં જેતપુર થી રાજપીપળા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ની બ્લડ બેન્ક ખાતે આવી પહોંચ્યા હતા. અને જ્યાં મહિલા ને એઝાઝ ઉસ્માનભાઈ મકરાણી નામના યુવકે પોતાનું રક્તદાન કર્યું હતું. અને પ્રસુતા માટે દવાખાના માં સારવાર મેળવતી મહિલાને પડખે રહી માનવતા, કોમી એકતા તેમજ ભાઈચારાનો એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here