છોટાઉદેપુર જીલ્લામાં નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા

છોટાઉદેપુર,  ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માર્ગ પર ટ્રાફિક નિયમનની જાળવણી તેમજ સીસીટીવી અંતર્ગત અલગ અલગ જગ્યાએ લગાડવામાં આવેલા વિશ્વાસ કેમેરા દ્વારા ગુણવત્તા સભર રેકોર્ડિંગ થાય તે સારું વાહનોની અવર-જવર ઉપર નિયંત્રણ રાખવા માટે પોલીસ સ્ટેશન વિસ્તાર પ્રમાણેનો-પાર્કિંગ ઝોન જાહેર કરતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.ડી ભગત દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામામાં જણાવ્યા અનુસાર છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલપંપ ચોકડીથી વસુંધરા મિલ સુધીનો સમગ્ર રોડ, સર્કિટ
હાઉસથી પેટ્રોલ પંપ ચોકડી, બસ સ્ટેશન, એસ.બી.આઇ બેન્ક સુધીનો સમગ્ર રોડ, પેટ્રોલ પંપ ચોકડીથી રંગપુરનાકા સુધીનો સમગ્ર રોડ, જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેતપુર-પાવી એસ ટી ચોકથી ૧૦૦ મીટર આજુબાજુનો હાઇ-વે રોડ પરનો વિસ્તાર, બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોડેલી એસટી ડેપોથી ૧૦૦ મીટર આજુબાજુનો વિસ્તાર, બોડેલી અલીપુરા ચોકડીથી રોડની ૧૦૦ મીટરની આજુબાજુનો વિસ્તાર, કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નસવાડી ચોકડી આજુબાજુના રોડ પર ૧૦૦ મીટરનો વિસ્તાર, નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નસવાડી અઇ.સી.આઇ.સી.આઇ બેના એ.ટી.એમથી રેલવે ફાટક સુધીનો સમગ્ર રોડ, નસવાડી પીક-અપ સ્ટેન્ડથી પી.ડબલ્યુ ડીની જુની ઓફ્સિ સુધીનો રોડ નસવાડી એસ બી.સોલંકી હાઇસ્કૂલથી સરકારી ગેસ્ હાઉસ સુધીનો સમગ્ર રોડ તથા સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંખેડા એસ ટી ડેપોની ૧૦૦ મીટરની આજુબાજુના વિસ્તારને નો- પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
આહુકમ એમ્બ્યુલન્સ તથા ઇમર્જન્સી સેવાના વાહનો, ફાયર સેફટીના વાહનો, રા કે ઇલેકટ્રીસીટીરિપેરિંગના વાહનો, સરકારી બસ તથા અન્ય સરકારી વાહનો જેઓનેફરજના ભાગરૂપે તે સ્થળે જવાની ફરજ હોય તેને લાગુ પડશે નહિ

આ હુકમ તા. ૩૦/૦૯/૨૦૨૩ થી તા.૨૯/૧૦/૨૦૨૩ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે આહુકમનો ભંગ
કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જાણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here