લોકસભાની ચૂંટણીઓ જાહેર થતાંજ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં ગ્રુપ ગ્રામ પંચાયતોનો મુદ્દો ઉછળ્યો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

સ્વતંત્ર ગામ પંચાયતોનો દરજ્જો આપવામાં નહીં આવે તો લોકસભાની ચૂંટણી પહેલા આંદોલનની આમુ સંગઠનની ચીમકી !!!

ભારતના ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીઓ નો જાહેરનામું બહાર પાડી દીધું છે, ત્યારે નર્મદા જિલ્લામાં આદિવાસી વિસ્તારોમાં ગ્રુપ ગ્રામ પંચાયતોને સ્વતંત્ર ગ્રામ પંચાયતો નો દરજ્જો અપાવવાની માંગણી સાથે વર્ષોથી લડત ચલાવતા આદિવાસીઓના આમુ સંગઠને ફરી એકવાર લોકસભાની ચૂંટણીઓ ટાણે જ સ્વતંત્ર ગ્રામ પંચાયતોનો મુદ્દો ઉઠાવ્યો છે, અને જાહેરાત કરી છે કે જો નાદોદ તાલુકાની ગ્રામ પંચાયતોને સ્વતંત્ર ગ્રામ પંચાયતો નો દરજ્જો નહીં આપવામાં આવે તો લોકસભાની ચૂંટણીઓ પહેલા જ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હોવાનું જાણવા મળ્યું છે.

આમુ સંગઠન નર્મદા જિલ્લાના પ્રમુખ અને રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેશભાઈ વસાવા એ નાંદોદ તાલુકાના 1) બોરિદ્રા 2) રામગઢ 3) ગાડીત અને 4) હેડવા ગ્રામ પંચાયતો ગ્રુપ ગ્રામ પંચાયત હોય વિકાસ માં અવરોધ થતો હોવાના આરોપ સાથે વર્ષોથી આ પંચાયતોને તેનામાં સમાવિષ્ટ દરેક ગામોને સ્વતંત્ર ગ્રામ પંચાયતોનો દરજ્જો આપવાની માંગણીઓ કરવામા આવી રહી છે, દરેક ગામો ને અલગ ગ્રામ પંચાયત આપવાની સાથે સરકારી વિભાગોમાં માંગણીઓ પણ કરવામાં આવેલી છે. આ બાબતે આંદોલનો પણ કરવામાં આવ્યા છે. અને આવેદનપત્રો પણ આપવામાં આવ્યા છે અને વર્ષો થી આમું સંગઠન આ મામલે લડત ચલાવી રહ્યુ છે.

ત્યારે લોકસભાની ચૂંટણીઓની જાહેરાત થતા ફરી એકવાર આમુ સંગઠને ગ્રુપ ગ્રામ પંચાયતોનો મુદ્દો છંછેડી નાદોદ તાલુકાની ચાર ગ્રામ પંચાયતોને સ્વતંત્ર ગ્રામ પંચાયતોનો દરજ્જો આપવાની માંગણી નો મુદ્દો ઉઠાવ્યો છે.
આમું સંગઠન નર્મદાના પ્રમુખ મહેશ વસાવા એ સોશિયલ મીડિયામાં જાહેરાત કરતા જણાવ્યું છે કે ગૃપ ગ્રામ પંચાયતો નુ લોકસભાની ચૂંટણી પહેલા વિભાજન કરવામાં નહી આવે તો ચાલુ ચુંટણી દરમિયાન આંદોલન કરવાની ફરજ પડશે ની ચીમકી ઉચ્ચારી છે હવે જોઈ રહ્યું કે આમુ સંગઠન લોકસભાની ચૂંટણીઓના ટાનેજ કયા પ્રકારના આંદોલન ની જાહેરાત કરે છે ?? એક ચર્ચા મુજબ નાદોદ તાલુકામાં સમાવિષ્ટ આ ચાર ગ્રામ પંચાયતો જો પોતાને સ્વતંત્ર ગ્રામ પંચાયતોનો દરજ્જો નહીં મળે તો મતદાનના બહિષ્કાર નો પણ માર્ગ અપનાવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here