છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા નગરજનો પરેશાન

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર નગર સહિત જિલ્લામાં આજરોજ વહેલી સવારથી ભારે વરસાદ શરૂ થયો હતો. જિલ્લાના છ તાલુકાઓમાં આજરોજ તા 17/7/23 ના સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી સતત વરસાદ વર્ષયો હતો. જેમાં છોટાઉદેપુર તાલુકામાં 55 મીમી, પાવિજેતપુરમાં 61 મીમી, બોડેલીમાં 25 મીમી કવાંટમાં 29 મીમી, સંખેડામાં 2 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે નસવાડી તાલુકામાં વરસાદ વર્ષયોજ ન હતો. જ્યારે સૌથી વધુ વરસાદ પાવીજેતપુર માં 61મીમી નોધાયો હતો. સતત વરસાદ વરસતા જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા હતા. જેના કારણે પ્રજાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આજરોજ વહેલી સવારના 5 વાગ્યાથી છોટાઉદેપુર સહિત જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ હતી. જ્યારે વરસાદ સતત ચાલુ રહેતા નગરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં પંચવટી સોસાયટી ત્યાં જિલ્લાના ઊચ્ચ અધિકારીઓ નિવાસ કરે છે. જે જગ્યાએ પણ પાણી ભરાયા હતા છોટાઉદેપુર નગરમાં ક્લબ રોડ, નિર્મળ સોસાયટી, પ્રોજેકટ કવાટર્સ, નગરપાલીકા ના રસ્તા પાસે કોલેજ રોડ ઉપર પાણી ભરાઈ ગયા હતા. મુખ્યત્વે પ્રોજેકટ કવટર્સમાં કેડ સમાં પાણી ભરાઈ જતા 18 જેટલા કવટર્સમાં નિવાસ કરતા કર્મચારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સદર પ્રોજેકટ કવાટર્સ માં ઘણા કવાટર્સ જર્જરિત હાલતમાં પણ છે. જ્યાં સતત પાણી ભરાઈ રહેતા મોટી હોનારાત થવાની પણ સંભાવનાઓ રહેલી છે. જે અંગે તંત્રએ ધ્યાન આપવું પણ આવશ્યક છે. પ્રોજેકટ કવાટર્સ નો કમ્પાઉન્ડ વૉલ પણ તૂટેલી હાલતમાં છે. સદર પાણી ભરવાની સમસ્યા નગરમાં છેલ્લા 3વર્ષથી જોવા મળી રહી છે. જેનો મુખ્ય કારણ ગટરનો બ્લોકેજ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આજરોજ ઠેર ઠેર પાણી ભરાતા પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડી હતી જ્યારે વાહનચાલકો અટવાઈ પડ્યા હતા. જ્યારે બપોર ના 12 કલાક પછી તડકો નીકળતા ભારે ઉકળાટ થતો હતો.

છોટાઉદેપુર જિલ્લામાં 6 તાલુકાઓમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ છોટાઉદેપુર તાલુકાનો 542 મીમી, પાવીજેતપુર તાલુકાનો, 468મીમી, સંખેડા તાલુકાનો 445 મીમી, બોડેલી તાલુકાનો 481 મીમી કવાંટ તાલુકાનો 395 મીમી, નસવાડી તાલુકાનો 293 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર તાલુકામાં 542 મીમી નોંધાયો છે

છોટા ઉદેપુર નગર ના વોર્ડ નંબર 4 માં આવેલ ગુરૂકૃપા સોસાયટી માં પાણી ભરાઈ જતાં વાહનો ફસાયા

છોટા ઉદેપુર નગર માં આવેલ વોર્ડ નંબર 4 માં ગુરૂકૃપા સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણીનો કોઇ નિકાલ ન હોય અને આજ રોજ વહેલી સવારથી ભારે વરસાદ થતાં પૂનઃ ગુરુક્રપા સોસાયટી વિસ્તાર માં પાણી ભરાઈ ગયા હતા. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો ને રસ્તો પણ દેખાતો ન હતો અને વાહનો ફસાઈ ગયા હતા. છેલ્લાં ઘણાં સમયથી ગુરૂકૃપા સોસાયટી વિસ્તાર માં પાણી નિકાલ અર્થે ની સમસ્યા હોય જેની પ્રજા ફરીયાદ કરી રહી છે. પરતું તંત્ર દ્વારા રજૂઆતો અંગે પગલાં ભરવામાં આવતાં નથી અને હાલ માં પરિસ્થિતિ વિકટ બની છે. શું આ અંગે તંત્ર ની આંખો ઉઘડશે કે કેમ ? તેની પ્રજા રાહ જોઈ રહી છે. તાજેતર માં ભારે વરસાદ ના કારણે પાણી ભરાઈ જતાં બાળકોને શાળાએ લઈ જતી સ્કૂલ વાન ફસાઈ હતી. તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવું પ્રજા ઈચ્છી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here