રાજપીપળા શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ ખાતે ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ ની ઉજવણી કરાઈ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

વિશ્વ હોકી રમત ના જાદુગર મેજર ધ્યાનચંદ ના જન્મ દિવસ નિમિત્તે ઉજવવામાં આવતું “નેશનલ સ્પોર્ટ્સ ડે”

યુવા પ્રતિભાઓ રમત ક્ષેત્રે રાજ્ય-રાષ્ટ્રનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવતા નાંદોદના પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી, નર્મદા દ્વારા શ્રી અંબુભાઈ પુરાણી (DLSS) શાળા ખાતે તા.૨૯ ઓગસ્ટ ના રોજ નાંદોદના પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ભારતના હોકીના જાદુગર એવા ખેલરત્ન મેજર ધ્યાનચંદજીના જન્મ જયંતીના ઉજવણીના ભાગરૂપે નેશનલ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લામાં રમતનું વાતાવરણ ઉભું કરવા તેમજ યુવા પ્રતિભાને રમતક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટે જિલ્લાના ખેલાડીઓ, વ્યાયામ શિક્ષકો સહિત વિવિધ રમતોના કોચ પણ ઉપસ્થિત રહીને રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ૩ લેગ રેસ, રસ્સા ખેંચ, ૧૦૦ મીટર રનિંગ સહિતની વિવિધ રમતોની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ શાળાના આચાર્ય હસમુખભાઈ પટેલ, શાળાના કેમ્પસ કોરડીનેટર કૌશિકભાઈ ગોહિલ, જિલ્લા રમત વિકાસ અધિકારી વિષ્ણુભાઇ વસાવા, SAG ગાંધીનગરના જયમીન કંથારિયા, જિલ્લા રમત ગમત અધિકારી દિનેશ કદમ સહિત જિલ્લાના અગ્રણી મહાનુભાવો પોતાની પ્રેરક ઉપસ્થિતિ નોંધાવીને ખેલાડીઓને પ્રોત્સાહિત કરી શુભેચ્છા પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here