રાજપીપળા ચોર્યાશીની વાડી ખાતે ભૂદેવોએ યજ્ઞો પવિત્ કરી જનોઈ બદલી- યુગો યુગથી જનોઈ બદલવાની ચાલી આવતી પરંપરા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા ના અવધૂત મંદિર અને વેદનાથ મંદિર ખાતે પણ જનોઈ બદલવાની વિધિ હાથ ધરાય

રક્ષાબંધનનો પાવન પર્વ એટલે ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમ સંબંધને ઉજાગર કરતો પર્વ, અને એની સાથે સાથે રક્ષાબંધનના પર્વે બ્રહ્મ સમાજ કે જે પોતાની પરંપરાગત આગવી ઓળખ ધરાવતી જનોઈ ધારણ કરે છે એ જનોઈ બદલવાની વિધિ પણ રક્ષાબંધનના દિવસે જ હાથ ધરે છે, તમામ બ્રાહ્મણો રક્ષાબંધનના દિવસે જનોઈ બદલે છે.

રાજપીપળા ખાતેની ચોર્યાશી ની વાડી ખાતે ભૂદેવોએ યજ્ઞ પવિત્ કરી પૂજા અર્ચના સાથે જનોઈ બદલવાની વિધિ હાથ ધરી હતી. ચોર્યાશી ની વાડી ખાતે 150 થી પણ વધુ બ્રાહ્મણોએ યજ્ઞમાં ભાગ લઈ પોતાની જનોઈ બદલી હતી, રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો એ જે નવી જનોઈ ધારણ કરી છે એ જનોઈ ને એક વર્ષ સુધી પોતાના શરીર ઉપર ધારણ કરશે, બ્રાહ્મણોની એક અનોખી યુગો યુગથી ચાલી આવતી પરંપરા ના ભાગરૂપે તેઓની આસ્થાનો આ એક અતૂટ બંધન દર્શાવે છે. અને જનોઈ થકી બ્રાહ્મણો ની ઍક આગવી ઓળખ પણ થાય છે.

રાજપીપળા ની ચોર્યાશી વાડી સહિત વેદનાથ મહાદેવના મંદિર, રંગ અવધૂત મંદિર માં પણ જનોઈ બદલવાની વિધિ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારો સાથે હાથ ધરાઈ હતી.

ચોર્યાશી ની વાડીના ટ્રસ્ટીઓ ઘનશ્યામભાઈ વ્યાસ, કલ્પેશભાઈ પંડ્યા ,બ્રહ્મ સમાજના આગેવાન નયનભાઇ પુરોહિત, કેતનભાઇ પાઠક, ડોક્ટર શર્મા સહિતનાઓ એ ચોર્યાશી ની વાડી ખાતે જનોઇ બદલવાની વિધિ સહિત પ્રસાદીનો સુંદર આયોજન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here