નર્મદા જીલ્લાના પોઇચા નીલકંઠ ધામ મંદિર ખાતે ભાજપાનું બે દિવસીય અભ્યાસ વર્ગ શરુ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ભાજપા પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા ની વિશેષ ઉપસ્થિતી – કાર્યકરો ને માર્ગદર્શન અપાયુ

લોકસભા ની ચૂંટણીઓ જીતવા માટે લોકો સુઘી પહોંચી જનસંપર્ક સાધવા યોજનાકીય લાભો અપાવવા

લોકસભા ની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજકિય પાર્ટીઓ પોતાના સંગઠન ને મજબુત બનાવવા માટે કમરકસી રહી છે ત્યારે ભારતિય જનતા પાર્ટી એ ગુજરત માં તમામે તમામ 26 લોકસભા ની બેઠકો જીતવા નું મન બનાવી ને પોતાના કાર્યકરો ને પ્રશિક્ષિત કરવા કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર ની વિવિધ વિકાસ લક્ષી યોજનાઓ ના લાભો લોકો સુઘી પહોંચાડવા તેમજ વિકાસશિલ યોજનાઓ થી લોકો ને વાકેફ કરવા નર્મદા જીલ્લા ના રાજપીપળા પાસે ના પોઇચા નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ભાજપા ના મધ્ય ગુજરાત ના ચાર જીલ્લાઓ ના જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત મા ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે પ્રશિક્ષિત કરવા માટે નો બે દિવસીય અભ્યાસ તાલીમ વર્ગ આજથી ભાજપા પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા ની વિશેષ ઉપસ્થિતી મા શરૂ કરાયો હતો જે પ્રસંગે નર્મદા જીલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ,વડોદરા જીલ્લા પ્રમુખ સતીશ નિશાળિયા, પ્રશિક્ષણ વર્ગ ના ઇન્ચાર્જ ડૉ. રવિ દેશમુખ, નર્મદા જીલ્લા મહામંત્રી નીલ રાવ, રાજપીપળા શહેર મહામંત્રી અજીત પરીખ,નર્મદા જીલ્લા પ્રભારી ધર્મેન્દ્ર પંડ્યા સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

દ્વિ દિવસીય જિલ્લા પંચાયત ના અભ્યાસ વર્ગ પોઇચા નિલકંઠધામ ખાતે ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ ભાજપ ના ઉપપ્રમુખ ગોરધન ઝડફીયા ના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં મધ્ય ગુજરાત ના 4 જિલ્લા નર્મદા, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચના જિલ્લા પંચાયત ના સભ્યો નો અભ્યાસ વર્ગ આજ થી શરૂ કરવામા આવ્યા છે,આ વર્ગ માં ગુજરાત પ્રદેશ ભાજપ ના ઉપપ્રમુખ ગોરધન ઝડફીયા એ જિલ્લા પંચાયત ના સભ્યો ને તેમની ભૂમિકા આવનારી લોકસભા ચૂંટણી માં શુ છે તેના વિશે સવિશેષ માહિતી આપી હતી.

જિલ્લા પંચાયત ના સભ્ય તરીકે પોતાના મતવિસ્તારમાં શુ કાર્યો કરવાના તેના વિશે કાર્યકરો આગેવાનો ને જણાવ્યું હતું કે ગ્રામજનો સુધી જાવ અને ખાટલા બેઠકો કરો અને આ બેઠકો દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની યોજના ઓ લોકો સુધી પહોંચાડવાનો સંકલ્પ કરવા ગોરધન ઝડફિયાએ કહયું હતું ,આ અભ્યાસ વર્ગ માત્ર સાંભળવા માટે નો નથી તેને પોતાના જીવન માં ઉતારવા માટે નો હોય તેમજ જિલ્લા પંચાયત યોજનાઓ ની અમલીકરણ એજન્સી છે સભ્યો ની ભુમિકા એવી હોવી જોઈએ કે ભાજપ ના પ્રચારક તરીકે નીકળવાનું છે અને જિલ્લા પંચાયતની બેઠકો નો પ્રવાસ કરી ને જિલ્લા પ્રમુખ ને રિપોર્ટ આપવાનો રહેશે.

દેશ માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ગરીબો ના આંસુ લૂછવાનું કામ કર્યું છે આગામી ભારત કેવું હશે તેનો રોડમેપ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તૈયાર કર્યો છે ભારત વિશ્વ ગુરુ બને તેની વાતો બહુ થઈ પણ મોદી એ કરી બતાવ્યું છે મોદીજી એ આઝાદ ભારત ના સાત દાયકા પછી વિશ્વ મા ભારત નું નામ પ્રસ્થાપિત કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આતંકવાદ થી મુક્ત ભારત નું નિર્માણ કર્યુ છે,
ભ્રષ્ટાચાર મુક્ત, ભારત દુનિયા ની 3જા નમ્બર ની અર્થવ્યવસ્થા આવનારા સમય માં થવા જઈ રહ્યું છે.

જિલ્લા પંચાયત ના સભ્ય તરીકે તાલુકા પંચાયત ના સદસ્યો સાથે વિસ્તારમાં આવતી સમસ્યા અને કર્યો ની યાદી ની ચર્ચા કરવી જોઈએ ગરીબ માણસ ની ઝુંપડી માં કેન્દ્ર સરકાર ની યોજનાઓ ને લઈ જાય તે જિલ્લા પંચાયત નો ભાજપા નો ખરો સભ્ય હોય છે . નું જણાવી ગોરધન ઝડફિયાએ લોકસભાની ચૂંટણી ને હવે 8 મહિના બાકી છે તો ગ્રામીણ પ્રવાસો કરવા જોઈએ સમયાંતરે જિલ્લા પંચાયત ના સભ્યો એ ધારાસભ્ય અને સંસદ સભ્યો ને મળવાનું રાખવું જોઈએ ,કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર ની યોજના ઓ જિલ્લા પંચાયત ના સભ્યો ને મોઢે હોવી જોઈએ લોકસભા ની ચૂંટણી માટે ભાજપ હંમેશા તૈયાર જ રહેતું હોય છે ભાજપ ચૂંટણી આવે ત્યારે જ તૈયારી કરતું હોય છે એવું નથી ભાજપ હંમેશા તૈયાર જ હોઈ છે, માટે દરેક ને ભારતિય જનતા પાર્ટી ને મજબૂત કરવા નું આહવાન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here