પોઇચા નીલકંઠ ધામ મંદિર ખાતે ભાજપાના બે દિવસીય પ્રશિક્ષણ વર્ગમાં ગ્રામીણ, આરોગ્ય, શિક્ષણ અને કૃષિ ક્ષેત્રે કેન્દ્ર સરકારે કરેલ પ્રગતિથી કાર્યકરોને પ્રશિક્ષિત કરાયા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

કોંગ્રેસે જનસંઘની વિચારધારાને કચડવાનું કામ કર્યુ – ભાજપા મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા

ભાજપાના બે દિવસીય પ્રશિક્ષણ વર્ગમાં પ્રદિપસિંહ વાધેલા ઉવાચ પાર્ટી જે કામ આપે તે કામ માટે યોગ્ય બનવા તમામ કાર્યકરોની મારી જવાબદારી

બે દિવસીય પ્રશિક્ષણ વર્ગમાં ગ્રામીણ, આરોગ્ય, શિક્ષણ અને કૃષિ ક્ષેત્રે કેન્દ્ર સરકારે કરેલ પ્રગતિથી કાર્યકરોને પ્રશિક્ષિત કરાયા

નર્મદા જિલ્લાના પોઇચા નિલકંઠધામ ખાતે 4 જિલ્લા નર્મદા,વડોદરા, ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ના ચૂંટાયેલા ભાજપ સભ્યો ના અભ્યાસ વર્ગ ના બીજા દિવસે પ્રથમ સત્ર સંગઠનમંત્રી રત્નાકરજી એ લીધું હતું.

રત્નાકરજી એ ભાજપ માં ચૂંટાયેલા સભ્યો એ કેવી રીતે ભાજપ નો પ્રચાર કરવો તેના વિશે ની વિસ્તૃત માહિતી આપી હતી.જ્યારે ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો મન કી બાત નો 103 મો એપિસોડ તમામ લોકો એ નિહાળ્યો હતો જ્યારે ત્રીજા સત્ર માં ગુજરાત પ્રદેશ ભાજપ સોસીયલ મીડિયા વિભાગ ના પ્રભારી ડો.પંકજ શુક્લા એ લીધું હતું.હાલ માં ભાજપ સોશિયલ મીડિયા નો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.બપોર ના સત્ર માં કોડીનાર ના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ વાજા એ લીધું હતી જેનો વિષય હતો ગ્રામીણ,આરોગ્ય,શિક્ષણ અને કૃષિ ક્ષેત્રે કેન્દ્ર ની મોદી સરકારે કેટલી પ્રગતિ કરી છે તેના વિશે પોતાના પ્રેઝન્ટેશન દ્વારા માહિતગાર કર્યા હતા.

અભ્યાસ વર્ગ નું સમાપન સત્ર ગુજરાત પ્રદેશ ભાજપ ના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા દ્વારા લેવામાં આવ્યું હતું.પ્રદીપસિંહ વાધેલા એ જિલ્લા પંચાયત ના સભ્યો ને જનસંઘ થી ભાજપ સુધી ની યશગાથા વિશે માહિતી આપી હતી.પ્રદીપસિંહ એ કહ્યું કે વંદે માતરમ શબ્દો ની અંદર જ ભાજપ ની વિચારધારા આવી જતી હોય છે વંદે માતરમ સાથે ભાજપ ની કાર્ય પદ્ધતિ પણ જોડાયેલી છે કોંગ્રેસે જનસંઘ ની વિચારધારા ને કચડવાનું કામ કર્યું હતું.

જિલ્લા પંચાયત ના સભ્યો ને પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું કે ભાજપ નો મંત્ર છે પેહલા દેશ પછી પાર્ટી અને છેલ્લે વ્યક્તિ છે, ત્યારે તમામ ને નિષ્ઠા પુર્વક કામગિરી કરવાનું આહવાન કર્યું હતું.

સમાપન સત્ર માં ભરૂચ નાં સાંસદ મનસુખ વસાવા,જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ,નર્મદા જિલ્લા ના સંગઠન પ્રભારી ધર્મેશભાઈ પંડ્યા,અભ્યાસ વર્ગ ના ઇન્ચાર્જ રવિ દેશમુખ,અભ્યાસ વર્ગ ના ઝોન ની જવાબદારી નિભાવનાર નિલ રાવ,અજિત પરીખ અને જિલ્લાના વ્યવસ્થાપન ના કાર્યકરો જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here