મોદી સરનેમ માનહાની કેસમાં રાહુલ ગાંધીને “સુપ્રીમ” રાહત

દિલ્હી, આશિક પઠાણ (રાજપીપળા) :-

સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયાધીશોની બેન્ચે રાહુલ ગાંધી ની માનહાની કેસમાં બે વર્ષની સજા ઉપર બ્રેક લગાવી

સુરત ની નીચલી અદાલતે આપેલા માનહાનિ કેસ ના ચુકાદા બાદ પણ સુપ્રિમ કોર્ટે સવાલો ઊભા કર્યા!!!

મોદી સરનેમ કેસના મામલે સુપ્રીમ કોર્ટ માં ગુજરાત હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ રાહુલ ગાંધી દ્વારા અપીલ કરાતા આજરોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાતા સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને રાહત આપી છે, સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના માનહાની ના કેસમાં રાહુલ ગાંધી વિરુદ્ધ જે ચુકાદો આપ્યો અને બે વર્ષની સજા સંભળાવી જેનાથી રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા પણ ગઈ હતી જેના પર સુપ્રીમ કોર્ટના ચુકાદા થી આજે પર બ્રેક લાગી હતી અને સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયાધીશોની બેન્ચના વિદ્વાન ન્યાયાધીશ બી.આર. ગવાઇ , પી. એસ. નરસિંહા અને સંજય કુમાર એ રાહુલ ગાંધી માનહાની કેસના મામલે આજરોજ સુનાવણી હાથ ધરી હતી જેમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા ઉપર બ્રેક લગાવતા રાહુલ ગાંધીના સંસદમાં જવાના માર્ગ મોકળા થયા છે.

સુપ્રિમ કોર્ટે કોર્ટે ફરિયાદકર્તા પૂર્ણેશ મોદીના વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાનીને પુછ્યું કે, કોર્ટે અધિકતમ સજા આપવા માટે શું ગ્રાઉંડ આપ્યું છે. ઓછી સજા પણ આપી શકતા હતા. તેનાથી સંસદીય ક્ષેત્રની જનતાના અધિકાર યથાવત રહેતા હતા. રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં 13 એપ્રિલ 2019ની ચૂંટણી રેલીમાં મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી. જેથી સુરત ના ભાજપા ધારાસભ્ય પૂર્ણેશ મોદી એ પોતાની ન્યાયી ને માટે અપમાનજનક શબ્દો રાહુલ ગાંધી એ વાપર્યા હોય માનહાનિ નો કેસ કર્યો હતો, જેમાં સુરત ની અદાલતે રાહુલ ગાંધી ને માનહાનિ કેસ માં અપાતી મહત્તમ બે વર્ષની સજા ફટકારી હતી,જેને ગુજરત હાઈકોર્ટે માન્ય રાખી હતી,જે સામે રાહુલ ગાંધી એ પોતાની સંસદ સદસ્યતા પણ ગુમાવવી પડી હતી. જે સામે રાહુલ ગાંધીએ સુપ્રિમ કોર્ટ ના દ્વાર ખખડાવ્યા હતા.

મોદી સરનેમ કેસમાં હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ રાહુલ ગાંધી દ્વારા અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજરોજ સુનાવણી કરતા રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના દોષસિદ્ધિના નિર્ણય પર સ્ટે લગાવી દીધો છે.

જસ્ટિસ બી આર ગવાઈ, જસ્ટિસ પી એસ નરસિમ્હા અને જસ્ટિસ સંજય કુમારની બેન્ચ મામલાની સુનાવણી કરી હતી ,સુનાવણી શરુ થતાં રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવીએ પહેલા દલીલ શરુ કરી હતી. આ દરમ્યાન તેમણે રાહુલ ગાંધીનો બચાવ કરતા કહ્યું કે, ફરિયાદકર્તાની સરનેમ ખુદ મોદી નથી. પહેલા તેમની સરનેમ મોધ હતી. તો વળી જસ્ટિસ ગવઈએ અભિષેક મનુ સિંધવીને કહ્યું કે, દોષસિદ્ધિ પર રોક લગાવવા માટે આપે સાબિત કરવું પડશે કે આ એક્સસેપ્શનલ કેસ છે.

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા પર ટિપ્પણી કરતા તેને રસપ્રદ ગણાવતા કહ્યું કે, નિર્ણયમાં કહેવાયું છે કે એક સાંસદને કેવું વર્તન કરવું જોઈએ. તો વળી ફરિયાદકર્તા પૂર્ણેશ મોદીનો પક્ષ રજૂ કરતા વકીલ મહેશ જેઠમલાણીએ કહ્યું કે, રાહુલ ગાંધીએ પહેલા પણ આ પ્રકારના નિવેદન આપ્યા હતા. જેમાં રાફેલ મામલાને લઈને તેમણે કહ્યું હતું કે, ચોકીદાર ચોર છે આ ઉપરાંત મહેશ જેઠમલાણીએ કહ્યું કે, રાહુલ કહે છે કે, તે માફી નહીં માગે. તેનો અર્થ કે આપ જે ઈચ્છો તે કરી શકો છો.

ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ 13 એપ્રિલ 2019માં કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી સભાને સંબોધન કરતા મોદી ઉપનામના સંબંધમાં કરવામાં આવેલી કથિત ટિપ્પણીને લઈને રાહુલ ગાંધી વિરુદ્ધ ગુનાહિત માનહાનિ કેસમાં ફરિયાદ દાખલ કરી હતી. રાહુલ ગાંધીએ સભામાં ટિપ્પણી કરી હતી કે, તમામ ચોરોના એક જ સરનેમ મોદી કેવી રીતે છે? ત્યાર બાદ સૂરત સેશન કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા અને 2 વર્ષની સજા સંભળાવી હતી.

જેની કાયદાકીય કાર્યવાહી સુપ્રિમ કોર્ટ સુઘી પહોંચી હતી જ્યાં રાહુલ ગાંધી ને રાહતમળતા હવે તેઓ સંસદ સદસ્યતા પુનઃ પ્રાપ્ત કરસે અને સંસદ ભવન માં જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here