પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારે ગોધરા તાલુકાના કાલીયાવાવ ગામની મુલાકાત લીધી

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

ગ્રામ પંચાયત,આંગણવાડી અને પ્રાથમિક શાળાની વિઝિટ કરીને સંબંધીતોને સૂચન કર્યા

પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમાર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારિયાએ ગોધરા તાલુકાના કાલીયાવાવ ગામની ઓચિંતી મુલાકાત લીધી હતી.તેમણે આ ગામની મુલાકાતની સાથે ગ્રામ પંચાયત, આંગણવાડી, પ્રાથમિક શાળાની વિઝિટ કરીને વિવિધ રેકર્ડ અને રજીસ્ટર ચેક કર્યા હતા.સરકારશ્રી તરફથી લાભાર્થી બાળકો, સગર્ભા/ધાત્રી માતાઓ તથા કિશોરીઓને આપવામાં આવતા પેકેટ અને નાસ્તો સમયસર પહોંચે છે કે નહિ તેની તપાસ પણ કરી હતી. મહેસૂલી બાબતોની સાથે તલાટી, સરપંચશ્રી અને ગ્રામજનો સાથે વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા કરી તમામ પ્રશ્નોનું તાકીદે નિવારણ લાવવા સબંધીતોને સૂચનો કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here