નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં આજે પણ પ્રવર્તતી અંધ શ્રઘ્ધા!!!

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

સમાજ ના આગેવાનો ના અંધ શ્રઘ્ધા દુર કરવાના પ્રયાસો છતાં ભોગ બનતા લોકો

દેડીયાપાડા તાલુકા માં ડાકણ નો વ્હેમ રાખી મહિલાને ત્રાસ આપવાના કેસમાં અભયમ ટીમે સમાધાન કરાવ્યું

નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં આજે પણ અંધ શ્રઘ્ધા દુર થતી નથી લોકો અંધ શ્રઘ્ધા ના વહેમ માં ભોગ બની રહ્યા છે, સમાજ ના આગેવાનો પોતાના સમાજ માથી અંધ શ્રઘ્ધા દુર થાય તે માટે ના અનેક જાતના પ્રયાસો હાથ ધરી રહયા છે પરંતુ લોકો સમયાંતરે અંધ શ્રઘ્ધા નો ભોગ બની રહ્યા છે.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના એક ગામમાં એક મહિલાને બીજી મહિલાને ડાકણ કહી સતત હેરાનગતિ કરેલ, એ બાબતે પહેલાં પણ ગામની પંચ બેસાડલ પંચોમા‌ બીજી મહિલા‌ ઉપર આવો‌ ખોટો આરોપ ના મુકવામાં જણાવેલ, પરંતુ તેમ‌ છતા મહિલાએ‌ પોતાના સ્વભાવમાં સુધારોના લાવતાં ફરી પણ ગામની વચ્ચે મહિલાને” તું ડાકણ છે મને તે કાંઈ કર્યું છે” જેથી મારો તેર વર્ષથી પગમાં દુઃખે છે સારું થતું નથી અમો ભૂવા પાસે ગયેલ ત્યાં નામ સાથે કીધું છે આ બેન નડે છે, આમ‌ કહીને મહિલાને માનસિક રીતે હેરાનગતિ કરે‌ છે, સામે વાળા મહિલા જણાવે છે કે હું આ બાબતથી હું કંટાળી ગઈ છું મને ડાકણનુ જ્યાં ચેક થતું હોય ત્યાં જવા તૈયાર છુ, આ બેન મને રોજ આ બાબતથી માનસિક રીતે હેરાનગતિ કરે‌ છે, આ મહિલા એ આખરે કંટાળીને 181 અભયમ ની મદદ માંગતા 181 અભયમના કાઉન્સેલર દ્વારા કાઉન્સેલીગ કરતાં જાણવા મળ્યું કે‌ એ ગામના મોટા ભાગના લોકો આવી જ ગેરમાન્યતાઓમાં અને અંધશ્રદ્ધા માં માને‌ છે માટે અભયમ ટીમ દ્વારા મહિલાને ખોટી ગેરમાન્યતા માંથી બહાર કાઢી સમજાવેલ કે, આ બઘી માન્યતાઓ માણસો એ બનાવેલી ઘારણા છે ડાકણ જેવું કશું નથી કહી સાચી દિશા બતાવતા મહિલા આ વાત સમજી પોતાની ભૂલને કબુલ કરી હવે પછી તેમ‌ નહી કહે તેની ખાતરી આપી હોય આમ 181 અભયમ દ્વારા બન્ને પક્ષને કાયદાકીય સમજ આપી બન્ને પક્ષનું સ્થળ ઉપર સમાધાન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here