રાજપીપળા ખાતે રૂ. 7.43 કરોડના ખર્ચે બનતી કન્યા છાત્રાલય હોસ્ટેલની સાંસદ મનસુખભાઈ વસાવાએ મુલાકાત લીધી

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

બાંધકામની ગુણવત્તા સહિત સાઇડ અંગે સંલગ્ન અધિકારીઓ સાથે પરામર્શ કર્યુ

નર્મદા જીલ્લામા સરકાર દ્વારા હાથ ધરાઇ રહેલાં વિકાસના કામોમા ભ્રષ્ટાચાર થતો હોવાની, તકલાદી કામકાજ થતો હોવાની અનેક ફરિયાદો થતી હોયછે ત્યારે સાંસદ મનસુખભાઈ વસાવાએ રાજપીપળા ખાતે આદિવાસી વિદ્યાર્થીનીઓ માટે બની રહેલ હોસ્ટેલ બીલ્ડીંગ સાઇડની મુલાકાત લીધી હતી.

રાજપીપળા ખાતે જુનીએસ.ટી. કચેરી પાછળના ભાગમાં આવેલ જગ્યામા ગુજરાત સરકાર દ્વારા કન્યા છાત્રાલય હોસ્ટેલ રૂા.૦૭ કરોડ ૪૩ લાખના ખર્ચે મંજુર થયેલ, જેમાં કુલ ૨૫૦ વિદ્યાર્થીની ઓ અભ્યાસ કરી શકશે. તે નવનિર્મિત હોસ્ટેલ બિલ્ડિંગનું હાલમાં બાંધકામ ચાલુ છે. તેથી સદર બિલ્ડીંગ સાઈટની રૂબરૂ મુલાકાત સાંસદ મનસુખભાઈ વસાવાએ લીધી હતી .

પોતાની મુલાકાત દરમ્યાન સાંસદ મનસુખભાઈ વસાવાએ બાંધકામની ગુણવત્તા જડવાઈ રહે તે માટે જવાબદાર અધિકારીને સુચના પણ આપવામાં આવી હતી, સાંસદ મનસુખભાઈ સાથે સાથે નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ દેસાઈ તથા રાજપીપળા શહેર પૂર્વ મહામંત્રી કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here