“રકતદાન મહાદાન” ની ઉકિતને ખરા અર્થમાં સાર્થક કરતુ રાજપીપળાનુ મીત ગૃપ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

જન્મ દિવસની ઉજવણી પોતાના રકતનુ દાન કરી જરુરીયાત મંદ વયકત ને ડોનેટ કરતો મીત ગૃપનો યુવાન

રાજપીપળા નગર સહિત સમગ્ર જીલ્લા અને અન્ય વિસ્તારોમા મીતગૃપના બ્લડ ડોનેટની કામગીરી ને વખાણવામા આવી રહી છે.નાત જાત જોયા વિના જરુરીયાત મંદ લોકો માટે આ ગૃપ તવરિતજ લોહીની વયવસથા કરતુ હોય છે.

આજે રાજપીપલાનું સેવાભાવિ મીત ગૃપ નું અભિયાન બ્લડ ડોનેશનને જોઈ મીત ગૃપના એક સદસય રાજ ભટ્ટ બ્લડ ડોનેશન કરવા માટે સામે ચાલીને આવ્યા હતા જેમાં મયજીપૂરા ગામ(તિલકવાળા) ના રમણભાઈને ઈમરજન્સી માં B+ બ્લડની જરૂર હોવાથી રાજ ભટ્ટએ તાત્કાલિક B+બ્લડની સેવા આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું .

અને તેમનો આ માનવતાવાદી સેવા આપી પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.અને બ્લડની સેવા આપી રમણભાઈ ની જિંદગી બચાવવા મદદ કરી હતી. મીત ગૃપના રકતદાનના સેવાકાર્યને આગળ ધપાવ્યું હતુ. તે બદલનો મીત ગૃપના યુવાનો એ રાજ ભટ્ટનો આભાર માન્યો હતો.
કોરોનાના કપરા સમયમાં જ્યારે જરુરીયાત મંદ દર્દીઓને લોહીની જરુર હોય છે ત્યારે નિ:સ્વાર્થ ભાવે મિતગ્રુપ દ્વારા રક્તદાન કરવામાં આવે છે જે ખરેખર પ્રશંસનીય સેવાકીય કાર્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here