રાજપીપળા ખાતેના ગુરૂદ્વારા પાસે ઈજાગ્રસ્ત પક્ષી મળી આવતાં વન વિભાગ અને કરુણા અભિયમની ટીમે બચાવ્યું

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

“કરુણા ના અભિયાન ” અંતર્ગત પક્ષી ને સારવાર આપી જીવ બચવાયો

14 મી જાન્યુઆરી એટલે ઉમંગ ઉત્સાહ સાથે પતંગ રસિયાઓ માટે નો પતંગ ચગાવવા નો એક અનેરો પર્વ અને અનેરો ઉતસાહ પરંતું જન માનસ નો આ ઉત્સાહ પશુ પક્ષી ઓ માટે તેમજ અન્ય લોકો માટે પ્રાણ ઘાતક નીવડતો હોય છે.

સરકાર તરફથી “કરુણા અભિયાન” અંર્તગત લોકો ને જાગૃતિ કેળવવા માં આવી હોય અને પક્ષીઓ બચાવવા માટે ની ખાસ વ્યવસ્થા નર્મદા જિલ્લામાં ગોઠવવામાં આવી હોય આજ રોજ એક ઈજાગ્રસ્ત પક્ષીની વર્ધી રાજપીપળા વન વિભાગની કચેરી સહિત 1962 કરુણા અભિયમ એમ્બ્યુલન્સ ને મળતા ત્વરિત જ પક્ષી પાસે પહોંચી પક્ષીનું જીવ બચાવાયો હતો.

મળતી માહિતી મુજબ આજરોજ બપોરના બે વાગ્યાના સુમારે રાજપીપળા એસટી ડેપો પાસે આવેલ ગુરુ દ્વારા પાસે પતંગ ના દોરામાં એક પક્ષી ફસાયો હતો અને તેની પાંખ કપાઈ ગઈ હતી જેથી તે ઉડવામાં અશક્ત જણાતો હતો જેથી આસપાસના રહીશોએ રાજપીપળા એસટી ડેપો પાસેની વન વિભાગની કચેરી સહિત 1962 કરુણા અભિયમ એમ્બ્યુલન્સ ને જાણ કરતા બંનેની ટીમો ત્વરિત જ ઘસી આવી હતી . કરુણા અભિયમ ની ટીમ એ એમ્બ્યુલન્સમાં પક્ષીને સારવાર આપી હતી અને પક્ષીને વન વિભાગના હવાલે કરાયો હતો.

આ કામગીરીમાં વન વિભાગના ફોરેસ્ટર રમણભાઈ તડવી , કાંતિભાઈ લીબાભાઇ સહિત 1962 કરુણા અભિયાન એમ્બ્યુલન્સના ધર્મેન્દ્રભાઈ અને તબિબ નિકુંજ રાઠોડ જોડાયા હતા અને પક્ષી ની સારવાર કરી ને જીવતદાન આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here