શ્રીસરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મ ભૂમિ નડીઆદ ખાતે ચિસ્તીયા ફાઉન્ડેશન નડીઆદ દ્વારા સમૂહ લગ્ન સમારોહ યોજાયો

નડિયાદ(ખેડા) આરીફ દિવાન(મોરબી)

તાજેતરમાં નડિયાદ ખાતે સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ સાથે સમૂહ લગ્રન સમારહો યોજાયો હતો તેમાં કોમી એકતા ના પ્રતીક એકજ મંડપ માં નિકાહ શરીફ કલમા પડી દુલ્લાહ દુલ્હન ને વડીલો આશીર્વાદ દુવા પાઠવી હતી ગત તારીખ ૦૭.૦૩.૨૦૨૧ ને રવિવારે અખન્ડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મ ભૂમિ નડીઆદ ખાતે ચિસ્તીયા ફાઉન્ડેશન નડીઆદ દ્વારા સમૂહ લગ્ન જેનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું તેમાં ૫૦ થી વધું વર વધુઓએ ભાગ લઈ ઈસ્લામિક પરંપરા અનુસાર નિકાહ પઢી દાંપત્યજીવનની શરૂઆત કરી પ્રથમ નિકાહ નડીઆદ નિવાસી પીરે તરીકત અલ્હાજ સૈયદ સલાઉદ્દીન બાપુએ પઢાવી શરૂઆત કરી હતી અને તમામના સુખદ દાંપત્યજીવન માટે પ્રાર્થના કરી હતી.

તા.૭-૩-૨૦૨૧ ના રોજ બહોળી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી આવ્યું હતું પરંતુ સરકારની ગાઈડ લાઈન નું પણ ચુસ્ત પણે પાલન કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાનોમાં ખેડા જિલ્લાના ડી.વાય.એસ.પી ની સાથે ટાઉન પી.આઈ અને નડીઆદ તાલુકા મામલતદાર શ્રીઓ ની સાથે ઘણીબધી સંસ્થાના સંચાલકો મ્યુનિસિપલ કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા નડીઆદ નગરની અને આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારની મસ્જિદોના ઈમામોએ પણ પોતાનો કીમતી સમય આપી બહુમૂલ્ય યોગદાન આપ્યો હતો.

તમામ મહેમાનોનું અભિવાદન ચિસ્તીયા ફાઉન્ડેશનના ફાઉન્ડર શ્રી સોહેલ ભાઈ વ્હોરા રઢુ વાળા દ્વારા કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રીય મુસ્લિમ મહાસભાના ગુજરાત પ્રદેશ પ્રમુખ જનાબ શકીલભાઈ સંધી દ્વારા ચિસ્તીયા ફાઉન્ડેશનના કાર્યને બિરદાવી તમામ નવદંપતીને મુબારક બાદ આપી તેમનાં દાંપત્ય જીવન માટે શુભ કામનાઓ પાઠવી હતી તમામ વર વધુઓને જીવન જરૂરિયાતની ઘર વખરી તરીકેની ભેટ સોગાત ચિસ્તીયા ફાઉન્ડેશન તરફથી અર્પણ કરવામાં આવી હતી ફોટો ગ્રાફર અને પ્રેસ રિપોર્ટર તરીકે ઈરફાન ભાઈ મલેક વડથલ વાળા અને સાજીદભાઈ મલેક (અત્તારી) એ ઉમદા સેવા આપી હતી તે બદલ તેમનું પણ પુષ્પગુંજ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું આભાર વ્યક્ત અસીમ ભાઈ ખેડાવાળા દ્વારા કરવામાં આવ્યો હતો જેઓ સોહિલ ભાઈ સાથે ખડે પગે રહી નિસ્વાર્થ ભાવે ખેરે ઉમ્મતની નિયતથી આ કાર્યક્રમ ને સફળતા પ્રાપ્ત કરવા માટે સહભાગી થયા હતા સાથે સાથે કંજરી યુવા ટિમ ભાલેજ યુવા ટિમ રઢુ કે.જી.એન ગ્રુપ તેમજ જીંજર યુવા ટીમ ખીદમત ગ્રુપ અને નડીઆદ યુવા બ્રિગેડ ની સાથે સાથે અનેક યુવાઓની ટિમો દ્વારા સતત પરિશ્રમ કરી ખૂબ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવા માટે મહત્વનું યોગદાન આપવામાં આવ્યું હતું તે તમામ નું કાર્ય પ્રસંશાને પાત્ર પુરવાર થયું હતું છેલ્લે તમામ લોકો દ્વારા સમૂહમાં ભોજન લઈ વિદાય લીધી હતી આ પ્રસંગમા આર કે ટાઉન સિપ દ્વારા પણ મહત્વનું યોગદાન આપવામાં આવ્યું તેઓએ પોતાની તમામ જગ્યામાં આ પ્રસંગને ઉજવવા માટે અર્પણ કરી હતી તે પણ પ્રસંશાને પાત્ર છે…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here