રાજપીપળામા શાળા કોલેજો શરુ થતા યુવતીઓની સુરક્ષા અર્થે નર્મદા જીલ્લા નિર્ભયા સ્કવોડ ટીમ સક્રિય

રાજપીપળા,(નર્મદા આશિક પઠાણ :-

પોલીસ વિભાગના મહિલા કર્મચારીઓ એ એસ.ટી ડેપો સહિત શાળાઓ ઉપર આંટાફેરા મારતા યુવાનો ની સધન પુછપરછ હાથ ધરી

પોલીસીયા પુછપરછ મા કેટલાંક સજ્જન યુવાનો પણ અટવાયા

કોરોના ની મહામારી વચચે લાંબા સમય સુધી શાળા કોલેજો બંધ રહયા બાદ રાજય સરકારે પુનઃ શરુ કરવાનો નિર્ણય લેતા શાળા કોલેજો મા વિદ્યાર્થીઓનો ધમધમાટ શરુ થતા કોઈ પણ જાતની અનિચ્છનીય ધટના ન બને અભ્યાસ કરતી યુવતીઓ સુરક્ષા નો અનુભવ કરે એ હેતુસર નર્મદા જીલ્લા પોલીસ વિભાગ ની નિર્ભયા સ્કવોડ ટીમે સક્રિય બની હોવાનું જાણવા મળ્યું છે.

નર્મદા જીલ્લા મા પોલીસ વિભાગ તરફથી રોમિયોગીરી સહિત ની અસામાજિક પ્રવૃત્તિ ઓ ને ડામવા યુવતીઓ મહિલાઓમા સુરક્ષા નો અહેસાસ કરાવવા નિર્ભયા સ્કવોડ ટીમ ની રચના કરવામાં આવી હતી. આ ટીમ મા સામેલ મહિલા પોલીસ શાળા કોલેજો શરુ થતા જ સક્રિય બનયા છે, રાજપીપળા એસ.ટી ડેપો સહિત નગર ની શાળાઓ તરફ હરતા ફરતા અને રોમિયોગીરી કરતાં શંકાસ્પદ યુવાનો ઉપર આ ટીમ સતત નજર રાખી યુવાનો ની સધન પુછપરછ હાથ ધરતાં રોમિયોગીરી કરતાં યુવાનો મા ભારે ફફડાટ ફેલાયો છે.આ બાબતે નિર્ભયા સ્કવોડ ટીમ નો પોલીસ સબ ઇન્સ્પેક્ટર પાઠકે જણાવ્યું હતું કે અમારી ટીમ ની મહિલા પોલીસ વર્ષા બેન, કિંજલબેન , રેખા બેન , પ્રભા બેન સહિત નાઓ એસ. ટી ડેપો સહિત શાળાઓ ઉપર આંટાફેરા મારતા યુવાનો ની ધનિષ્ઠ પુછપરછ હાથ ધરી યુવતીઓની સુરક્ષા સુનિશ્રિત કરી રહી છે.

જોકે આ પુછપરછ મા કેટલાંક સજ્જન યુવાનો કે જેઓ પોતાના કામકાજ અર્થે કે હરવા ફરવા નીકળ્યા હતા તેઓની પણ પુછપરછ હાથ ધરતા તેઓ મા નારાજગી જોવા મળીહતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here