નર્મદા જીલ્લાના તિલકવાળા ના ટેડીયાશાહપુર ગામની સિમ માંથી વૃદ્ધનો મૃતદેહ મળ્યો : કરંટ લાગવાથી મોત થયું હોવાનું ગ્રામજનોનું તારણ

તિલકવાળા,(નર્મદા) આશિક પઠાણ :-

તિલકવાળા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી મૃતદેહ સરકારી હોસ્પિટલમાં મોકલ્યો

ખેતરની વાડ નો કરંટ લાગી ને વૃદ્ધ નું મૃત્યુ થયું હોવાનું ગ્રામજનો નું તારણ પરંતુ પી.એમ બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે ?

નર્મદા જીલ્લા ના તિલકવાડા ના ટેડિયાશાહપુરની સીમમાંથી 68 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે જોકે ઘટનાની જાણ થતા તિલકવાડા પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને મૃતદેહને તિલકવાડા ના સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો .

મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના વનમાલા ગામે રહેતા શનાભાઇ નાથવાભાઈ ભીલ નાઓ મજૂરી કરીને જીવન ગુજારતા હતા ગત રોજ તેઓ ટેડ્યાશાહપુર ગામની સીમમાં ગયા હતા તે દરમિયાન સીમ વિસ્તારમાં ઠાકોરભાઈ ભયજીભાઈ બારીયાના ખેતરના છેડા ઉપર ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી કે પછી કોઈ અગમ્ય કારણોસર  તેઓ ઘટના સ્થળ પર મૃત્યુ પામ્યા હતા ઘટનાની જાણ આસ પાસના વિસ્તારમાં થતાં ગામ લોકો ઘટના સ્થળ મોટી સંખ્યામાં જ દોડી આવ્યા હતા ઘટનાની જાણ તિલકવાડા પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી મૃતકને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે પોસમોર્ટમ અર્થે મોકલીને આગળ ની તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.

હાલતો પરિજનો ઉપર દુખ નો આભ તૂટી પડ્યું છે જોકે ગત રોજ સાંજે ૦૪ વાગ્યે મૃતદેહ તિલકવાડા સરકારી હોસ્પિટલમાં પોસમોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો પરંતુ રાત્રી સુધી પોસમોર્ટમ કરવામાં આવ્યું ન હતું અને બીજા દિવસે સવારે પોસમોર્ટમ કરવાનું જણાવતા 11 વાગ્યા સુધી પોસ્ટમોર્ટમ કરવામાં ન આવતા ગામ લોકો ઉગ્ર વિરોધ દર્શાવતા તિલકવાડા મામલતદાર કચેરી ખાતે રજુઆત કરવા આવી પહોંચ્યા હતા ત્યાર બાદ પોસમોર્ટમ ની કાર્યવાહી શરૂ કરવામાં આવી જેના કારણે મૃતક ના પરિવાર સહિત પંથક ના લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી આ બાબતે તિલકવાડા પોલીસે કાયદેસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here