રાજપીપળામાં કોંગ્રેસી કાર્યકરો એ રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં સજા ઉપર સ્ટે મળતા ફટાકડા ફોડી ઉજવણી કરી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લાના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ

મોદી સરનેમ માનહાનિ કેસમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધી ને બે વર્ષની સજા ફટકારી હતી. જેને ગુજરત હાઈકોર્ટે યથાવત રાખતા રાહુલ ગાંધી ને સંસદ સભ્ય પદ ગુમાવવાનો વારો આવ્યો હતો. જે અંગે રાહુલ ગાંધીએ તબક્કાવાર કોર્ટ પ્રોસિજર માંથી પસાર થવું પડ્યું હતું.

આજે સુપ્રીમ કોર્ટએ રાહુલ ગાંધી ની સજા ઉપર સ્ટે હુકમ ફરમાવ્યો છે જેથી નર્મદા જિલ્લા કોંગ્રેસ ના કાર્યકરો દ્વારા સ્ટે ના હુકમની ફટાકડા ફોડી સફેદ ટાવર પાસે ઉજવણી કરી હતી, મીઠાઈ ખવડાવી હતી મોદી સરનેમ બાબતે વિવાદિત ટિપ્પણી બાદ ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરીયાદ કરી હતી જેની આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. જેથી કોંગી કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, આજરોજ રાજપીપળા ના સફેદ ટાવર પાસે ગુજરત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવા, પ્રદેશ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ ના કાર્યકારી પ્રમુખ ઈમ્તિયાઝ કાદરી, વાસુદેવ વસાવા સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, ફટાકડા ફોડી મીઠાઈ વેહચી સુપ્રિમ કોર્ટ ના ચુકાદા ને આવકાર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here