મેઘરજ પોલીસે કોમ્બીંગ નાઇટ રાઉન્ડ દરમ્યાન મણીનગર પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે ચોરીમાં ગયેલ એક્ટીવા ગાડી રીકવર કરી તથા આરોપીને પકડી પાડ્યો

મેઘરજ, (અરવલ્લી)/વસીમ શેખ :-

પોલીસ મહાનિરિક્ષક સા.શ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા શ્રી સંજય ખરાત પોલીસ અધિક્ષક સા,શ્રી અરવલ્લી મોડાસા તથા શ્રી કે.જે. ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી મોડાસા વિભાગ મોડાસાનાઓ તરફથી મિલકત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે માર્ગદર્શન તેમજ સુચનાઓ આપવામાં આવેલ..જે અન્વયે આજરોજ અમો કે,એસ ચાવડા પોલીસ ઇન્સ્પેકટર મેઘરજ પોલીસ સ્ટેશનનાઓ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે કોમ્બીંગ નાઇટ રાઉન્ડ દરમ્યાન વાહન ચેકીંગ કરતા હતા તે દરમ્યાન એક એક્ટીવા ગાડીના ચાલકને ઉભો રખાવી ઇ-ગુજકોપમાં સર્ચ કરતા સદર એક્ટીવા ગાડી મણીનગર પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૨૨૨૦૭૫૭/૨૦૨૨ ઇ.પી.કો.૩૭૯ મુજબના ગુન્હાના કામે ચોરીમાં ગયેલ એક્ટીવા ગાડી નં.GJ-27-H-3187ની હોવાની હકિકત આવતા જેથી સદર એક્ટીવાના ચાલક આરોપી કિરીટભાઇ જયંતીભાઇ સથવારા ઉ.વ.૪૫ રહે.ગોવિંદવાડી, શીવપાર્ક સોસાયટી, બંગલા નં.૩૦-સી, ઇસનપુર, અમદાવાદ વાળાને પકડી પાડી સી.આર.પી.સી.કલમ ૪૧(૧)ડી) મુજબ અટક કરેલ છે.

આમ મેઘરજ પોલીસને કામ્બીંગ નાઇટ દરમ્યાન અમદાવાદ મણીનગર પોલીસ સ્ટેશનના અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરવામાં સફળતા મળેલ છે. પકડાયેલ આરોપીનું નામ, કિરીટભાઇ જયંતીભાઇ સથવારા ઉ.વ.૪૫ રહે,ગોવિંદવાડી, શીવપાર્ક સોસાયટી, બંગલા નં.૩૦-સી, ઇસનપુર, અમદાવાદ રીકવર મુદ્દામાલ, એક સદેદ કલરનુ એક્ટીવા નંબર GJ-27-H-3187 કી.રૂ.૧૫,૦૦૦/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here