વડોદરાથી છોટાઉદેપુર વચ્ચે દોડતી બ્રોડગેજ ટ્રેન ત્વરિત ચાલુ કરાવવા લોક માંગ

બોડેલી,(છોટાઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ

વડોદરા થી છોટાઉદેપુર વચ્ચે દોડતી બ્રોડ ગેજટ્રેન એક વર્ષ ના સમય થી બંધ છે ત્યારે તમામ સેવા સુવિધા ફરી શરૂ કરી દેવામાં આવી છે પણ બંધ રેલવે ટ્રેન કેમ શરૂ કરવામાં આટલો વિલંબ કરવામાં આવી રહ્યો છે તેવી ચર્ચા પ્રજા જનો માં ઉઠી રહી છે.

ટ્રેનનો નોકરિયાત થી માંડીને સૌ કોઈ લાભ લઈ થયું હતું.પણ જ્યાર થી ટ્રેન બંધ છે.લોકોને ભારે હાડમારી વેઠવી પડી રહી છે. તેના લીધે એસટી બસો અને લકઝરી બસોમાં મુસાફરોને જગ્યા મળતી નથી.વધુ ભાડું ચૂકવીને લોકોને મુસાફરી કરવી પડી રહી છે. ટ્રેન બંધ હોવાથી બોડેલી સહિતના રેલવે સ્ટેશનની આસપાસ ના દુકાનદારોનો ધંધો પડી ભાંગ્યો છે અને રોજગારીનો પણ પ્રશ્ન ઊભો થયો છે.

અત્યારે ઇલેક્ટ્રિક લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે.ત્યારે હવે ક્યારે ટ્રેન શરૂ થશે તેની રાહ લોકો જોઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here