રાજપીપળાની શાંતિ પ્રિય જનતાના માથે અશાંતધારો કોના ઇશારે ઠોકાઇ રહ્યો છે

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

જીલ્લા પોલીસ વડા – પ્રાંત અધિકારીના રિપોર્ટને પગલે નર્મદા કલેક્ટરની રાજય સરકાર લના મહેસુલ સહિત લના સરકારી વિભાગોને અશાંતધારો લાગુ કરવાની ભલામણ

સોનીવાડ વિશાવગા શ્રીનાથજી મંદિર શેઠ ફળીયા સહિત કોહિનૂર હોટલ ના વિસ્તાર મા અશાંતધારા ની માંગ કેટલી વયાજબી ??

રજવાડી નગરી રાજપીપળા તેમા વસવાટ કરતા નગરજનો ની કોમી એકતા ની ભાવના , ભાઈચારા અને શાંતિ સોહારદ માટે ખુબજ પ્રસિધ્ધ છે , નગર મા વસવાટ કરતા તમામ જ્ઞાતિ જાતી ના લોકો એક બીજા ના સુખઅને દુઃખ ના સમયે એકબીજા માટે ખડેપગે ઉભાં રહી એકબીજા ને મદદરૂપ થતા હોય છે, તહેવારો ની ઉજવણી હળીમળીને કરતા હોય છે , બહાર ગામ થી આવનાર તે પછી કોઈ પણ જ્ઞાતિ જાતી ના હોય તેને દ્રષ્ટાંત આપવામાં આવે છે કે અમારા રાજપીપળા મા તો બહુજ શાંતિ !! જો આપણે જયાંરે આવી સુફીયાણી વાતો કરતા હોઇએ ત્યારે રાજપીપળા નગર મા અશાંતધારો લગાવવાની દિશા મા વહીવટી તંત્ર કમર કસી રહ્યુ છે ! કોના ઇશારે રાજપીપળા નગર મા અશાંતધારો લગાવવાની પેરવી શરુ કરાઇ છે જે નગરજનો માટે શાંતિપ્રિય નગર ની જનતા બુધધિજીવીઓ માટે એક ચિંતા નો વિષય બનેલ છે.

રાજપીપળા મા કેટલાક સવહિત ધરાવતા તત્વો એ નર્મદા કલેક્ટર મા અરજીઓ કરી નગર ના અમુક વિસ્તારમાં અશાંતધારો લગાવવાની પેરવી શરુ કરી છે, જે ખુબજ દુઃખદ છે. અરજીઓ થતા નર્મદા જીલ્લા કલેક્ટરે પ્રાનત અધિકારી સહિત નર્મદા જીલ્લા પોલીસ વડા ના અભિપ્રાય મંગાવી નગર ની સ્થિતિ થી વાકેફ થયા કે ગુમરાહ એ કહેવું હાલ મુશ્કેલી ભર્યુ બનેલ છે ક્લેકોરે રાજય સરકાર ના મહેસુલ સહિત ના સરકારી વિભાગ મા રાજપીપળા ના સોનીવાડ વિશાવગા શ્રી નાથજી મંદિર શેઠ ફળીયા સહિત કોહિનૂર હોટલ ના પાછળના ધરો , કોહિનૂર હોટલ ની લાઈન , કોહિનૂર હોટલ વાળી લાઇન સહિત આશાપુરા માતા મંદિર પાસે ની કુલ 773 જેટલા મકાનો મિલક્તો ને એક ધર્મ ના લોકો અન્ય ધર્મ ના લોકો ને વેચી ના શકે એ દિશામાં અશાંતધારો લાગું કરવાની માંગ શું યોગ્ય છે એ ચર્ચાસ્પદ બન્યુ છે.

નર્મદા જીલ્લા કલેક્ટરે આ બાબતે પોતાના અધિકારીઓ ના અભિપ્રાય ધ્યાન મા રાખી સરકાર મા અશાંતધારો લાગું કરવાની જરુરી કાર્યવાહી કરવા ની માંગ પણ કરી છે.

આ બાબતે. છેલ્લા 2009 થી આજદીન સુધી આ વિસ્તારમાં કુલ 8 કોમવાદ ના ગુનાઓ નોધાયા હોવાનું આધાર નર્મદા જીલ્લા ના સરકારી તંત્ર દ્વારા સરકાર મા રજુ કરવામાં આવ્યો છે. સમગ્ર રાજપીપળા નગર ની જનતા જાણે છે કે કદાપી શેઠફળીયા , શ્રીનાથજી મંદિર , વિશાવગા, કોહિનૂર હોટલ ની પાછળ કોઈ ની માલ મિલકત ને કોઇ જ નુકશાન થયુ નથી કોઈ જ કોમવાદ થયા નથી કે કોઈ ની હત્યા થઈ નથી.એ વાત તો બાજુ પર રહી કોઇ પણ ધર્મ સંપ્રદાયના લોકો એ કોઇ ની મિલ્કત પડાવી નથી, આવી કોઈ પણ ફરિયાદ પોલીસ મ થકમાં પણ નોંધાઇ નથી તો પછી અશાંતધારા ની માંગ કેટલી વયાજબી છે એ વિચારવાનો વિષય બનેલ છે.

જે વિસ્તારમાં અશાંતધારો લાગું કરવાની ભલામણ કરવામાં આવી રહી છે એ વિસ્તારમાં કેટલા કોમવાદ થયા ? એમની ગંભીરતા કેટલી રાજય સરકારા આ બાબત ની ખાસ તટસ્થતાથી તપાસ કરવી જોઈએ.

2009 થી 2021 સુધી કોમવાદ ના 8 ગુના આ ગુનાઓની ગંભીરતા કેટલી ???

નર્મદા જીલ્લા ના શાંતિપ્રિય રાજપીપળા નગર ની વસ્તી માંડ 40000 જેટલી પણ નથી કોમી એકતા ભાઈચારો આ નગર ની ઓળખ છે ત્યારે પોલીસ વિભાગ અને પ્રાનત અધિકારી તરફથી નગર મા 2009 થી 2021 ના 12 થી 13 વર્ષ ના ગાળામાં 8 કોમવાદ ના બનાવો બન્યા હોવાનું આધાર અશાંતધારા ની જોગવાઇ માટે આગળ કરાઇ રહયું છે . તો આ કોમવાદ મા કેટલા લોકો ની હત્યા ઓ થઇ ?? કેટલા ધરો ને આગ લગાડવામા આવી ?? કેટલા લોકો ધ્વારા જેઓને દવાખાનામાં સારવાર અપાઈ ??અને કોમવાદ ફાટી નીકળતા કયુસેક કયા વિસ્તારમાં કરફ્યુ લાદવામા આવ્યો ?? સરકારી તંત્ર પાસે આ તમામ માહિતી તો ઉપલબ્ધ હસે જ …

રાજપીપળા નગર મા છુટી છવાઈ ધટનાઓ 12થી 13 વર્ષ ના ગાળામાં બની હસે પરંતુ કોઈ ગંભીર ધટના જેમાં ગુના મરકી થઇ હોય કોઈ ની મિલ્કતો બળજબરી થી પડાવવા મા આવી હોય એવી એકપણ ધટના નથી ?

તો પછી અશાંતધારા ની માંગ કેટલી વયાજબી છે ?? શુ રાજય સરકાર આ બાબત ને ગંભીર તાથી લેસે ખરી ???

અશાંતધારો એટલે શું ?? તેની જોગવાઈઓ

ગુજરાત વિધાનસભા મા અશાંતધારા વિધેયક 2019 મા પસાર કરવામાં આવ્યો છે, સરકારે જે વિસ્તારમાં કાયમ કોમી તોફાનો ફાટી નીકળતા હોય , કોમી વૈમનસ્ય ફેલાયેલો રહેતો હોય તેવા વિસ્તારમાં એક સંપ્રદાયના લોકો બીજા ની મિલ્કત બળજબરી થી પડાવવા માગતા હોય તે મિલ્કત ના બજારભાવ ના આપતા હોય તો તેવી મિલ્કત ના માલિકો ના આ ધારા હેઠળ રક્ષણ મળે છે. જયાં અશાંતધારા ની જોગવાઇ કરવામાં આવી હોય ત્યા મિલ્કત ના વેંચાણ માટે કલેક્ટર ની પુર્વ મંજુરી લેવી પડે છે , આવા વિસ્તારમાં ડાયરેક્ટ કલેક્ટર ની મંજુરી વિના રજીસ્ટ્રાર ઓફિસમાં રજીસ્ટર વેંચાણ દસ્તાવેજ કરી શકાતુ નથી , કલેક્ટર તપાસ કરે છે કે ખરેખર મિલ્કત બળજબરી થી પડાવવા મા આવતી નથી બજાર ભાવ કરતા ઓછા ભાવ મળતા નથી તોજ વેચાણ કરવાની મંજુરી પણ આપી શકે છે.
અશાંતધારા વિધેયક મા જયાં કોમી વૈમનસ્ય નથી કોઈ પણ જાતનો ભય નથી મિલક્તો બન્ને સંપ્રદાયના લોકો બળજબરીથી પડાવતા નથી તેવા વિસ્તાર ને અશાંતધારા માથી બાકાત રાખવાની પણ જોગવાઈ વિધાનસભા મા પસાર કરવામાં આવેલ વિધેયકમાં કરવામાં આવી છે.
રાજપીપળા મા કયાં કોમવાદો ફાટી નીકળ્યા છે ? એ હવે સરકાર માટે પણ તપાસ નો વિષય બનેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here