છોટાઉદેપુર બોડેલી હાઇવે પર બુલેટ ગાડીના ચાલકે રાહદારી ટક્કર મારતા રાહદારીનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

મળતી વિગતો મુજબ છોટાઉદેપુર બોડેલી હાઇવે પર જબુગામ પાસે બેકાબુ બનેલા ચાલકે રાહદારીને ટક્કર મારતા રાહદારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત તથા તેનું ઘટના સ્થળ પર કમ કમાટી ભર્યું મોત થયું છે જ્યારે બુલેટ ના ચાલકને પણ ઇજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે સમગ્ર ઘટનાને લઈને લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા સમગ્ર ઘટનાની જાણ બોડેલી પોલીસને થતા બોડેલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે મૃતક વ્યક્તિ લીંબડ ભાઈ જંજારીયા રાઠવા ઉમર આશરે ૪૫ ગામ કોસારીયા મધ્ય પ્રદેશ ના જાણવા મળ્યુ છે મૃતકના પરિવારજનોને જાણ થતા પરિવારજનોમાં શોક નું મોજું ફરી વળ્યું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here